સુરત પોલીસની નિષ્ક્રિયતાનાં પગલે ફરી એક વખત સુરતમાં અસામાજિક તત્વોની ગેંગો માથું ઉચકી રહી છે ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ચીખલીગરનાં ભાવસિંગ દ્વારા બેંકમાં ફરતા એક યુવકનું અપહરણ કરી લાકડીના ફટકા વડે માર મારી તેની હત્યા કરી તેની લાશ ઝાડીમાં ફેંકી દીધેલી હાલતમાં પોલીસને મળી આવી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરતા ભૂતકાળમાં થયેલી હત્યાને લઈને બદલો લેવા માટે આ યુવકની હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે બે લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી ગયો છે સુરતમાં સતત હત્યાની ઘટના સામે આવી રહી છે અસામાજિક તત્વો પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે સતત સુરતમાં કરતા હોય છે ત્યારે વધુ એક હત્યા કરાયેલી લાશ પાંડેસરા વિસ્તારનાં પ્રેમનગર ખાડીમાંથી મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. મરનાર યુવક સુરતનાં ઉધના વિસ્તારમાં રહેતો સચિન પાટીલ હોવાનું સામે આવ્યું હતું મરનાર સચિન પાટીલ છેલ્લા કેટલાક સમયથી ઉધના વિસ્તારમાં રહેતો અને સૂર્ય મરાઠીની હત્યા કેસમાં સંડોવાયેલા રાહુલ એપાર્ટમેન્ટ ગેગમાં સાથે ફરતો હતો
રાહુલ દ્વારા થોડા સમય પહેલા આ વિસ્તારમાં રહેતા ચીકલીગરની ભાવસિંગ ગેંગના એક સભ્યની રાહુલ દ્વારા હત્યા કરવામાં આવી હતી આથી આ ભાવસિંગ ગેંગ દ્વારા રાહુલ ગેંગ સાથે પપીયો ઉર્ફે સચિન પાટીલનું સાઈબાબા મંદિર પાસેથી રિક્ષામાં અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને અજાણી જગ્યા પર લઈ જઈ પહેલા લાકડીના ફટકા વડે ઢોર માર મારી તેની હત્યા કરવામાં આવી હતી બાદ લાશને ઉધનાનાની પ્રેમનગર ખાડીમાં ફેંકી દીધી હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે.
આ વિગત અને ધ્યાનમાં રાખી પોલીસે તપાસ શરૂ કરી હતી જોકે મોડી રાત્રે ભાવસિંગ ગેગનાં બે મોહનસીંઘ અને કાલુસીંઘને પકડી પાડયા છે. પકડાયેલા આરોપીઓની પુછપરછ કરતા તેઓએ પોતાની બહેનનાં એક યુવકની હત્યાનો બદલો લેવા માટે હત્યા કરાઇ હોવાનું કબુલાત કરી હતી જેને લઇ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે છેલ્લા લાંબા સમયથી સુરતના ઉધના વિસ્તારમાં રાહુલ ગેંગનો દિવસેને દિવસે આતંક વધી રહ્યો છે જ્યારે ઉધના વિસ્તારમાં લોકો પર ઘાતક હુમલા કરવા સાથે હત્યાની અને ઘટનાઓને અંજામ આપી ચૂકયા છે ત્યારે પોલીસ હવે રાહુલ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે નહીં તો આ વિસ્તારમાં ફરી એકવાર ગેંગવોર ફાટી નિકળે તેવી દહેશતને લઇને લોકોમાં ગભરાટ ફેલાયો છે