Home /News /surat /Surat: પ્રજ્ઞાચક્ષુ છાત્રો સ્માર્ટ ફોનનો કરે છે “સ્માર્ટ” ઉપયોગ, પરીક્ષા અને ગૃહકાર્ય ફોનમાં જ કરે
Surat: પ્રજ્ઞાચક્ષુ છાત્રો સ્માર્ટ ફોનનો કરે છે “સ્માર્ટ” ઉપયોગ, પરીક્ષા અને ગૃહકાર્ય ફોનમાં જ કરે
ટેકનોલોજીથી અવગત થાય અને તેમનું ભવિષ્ય બનાવી શકે એ માટે પ્રયાસ હાથ ધરાયો છે
સુરતમાં અંધજન શાળામાં ધોરણ 9થી 12નાં વિદ્યાર્થીઓ સ્માર્ટ ફોનની મદદથી અભ્યાસ કરી રહ્યાં છે. ગૂગલ ફોર્મ થકી પરીક્ષા આપે છે. તેમજ ગૃહકાર્ય કરી વર્ગ શિક્ષકને મેઇલ કરી દે છે.
Surat: ટેકનોલોજીના યુગમાં ખાનગી શાળાઓની સાથે સાથે આજે અનેક સરકારી શાળાઓમાં પણ ભણતર અત્યાધુનિક રીતે આપવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતની અંધજન શાળામાં ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ સ્માર્ટ ફોન થકી ભણી રહ્યા છે. પરંતુ તેની સાથે સાથે તેઓ યુનિટ ટેસ્ટ પણ ગૂગલ ફોર્મ થકી આપી રહ્યા છે.
પ્રજ્ઞાચક્ષુ બાળકોનેઅત્યાધુનિક ઢબે શિક્ષણ આપવામાં આવે છે પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે લુઈ બ્રેઈલે કરેલી શોધ રામબાણ સમાન છે. ત્યારે સુરતની ઘોડદોડ રોડ સ્થિત અંધજન શિક્ષા મંડળ સંચાલિત અંધજન શાળામાં લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાળકોને ભણતર આપવામાં આવી રહ્યું છે. ખાસ પ્રજ્ઞાચક્ષુ ઓ માટે વિકસાવાયેલા સાધનો/ટુલ્સનો ઉપયોગ કરીને આ યુગમાં તેમને પણ અન્ય બાળકોની જેમ અત્યાધુનિક ઢબે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
સ્માર્ટ ફોનનો ઉપયોગથી તેઓ પરીક્ષા પણ આપે છે આ પ્રજ્ઞાચક્ષુ બાળકો અન્ય બાળકોની જેમ જ ટેકનોલોજીથી અવગત થાય અને તેમનું ભવિષ્ય વધુ સારું બનાવી શકે તેને લઈને શાળા દ્વારા આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ધોરણ 9 થી 12 ના 62 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે સ્માર્ટ ફોનનો સહારે શાળામાં ભણવાની સાથે હોસ્ટેલ કે ઘરમાં રીવીઝન પણ કરે છે. લોકેશન શોધવાથી લઈને સામાન્ય લોકોની જેમ જ પુસ્તકને પોતાના ફોનના કેમેરાથી વાંચે છે. જો કે આ સ્માર્ટ ફોનનો ઉપયોગ હવે તેઓ પરીક્ષા આપવામાં પણ કરી રહ્યા છે. ડિજિટલાઈઝેશનના આ યુગમાં આવા વિદ્યાર્થીઓને ટેકનોલોજીમાં લિટ્રેટ કરવા માટે ટેકનોલોજી બેઝ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
ટેકનોલોજી બેઝ ગૂગલ ફોર્મમાં તેમને પ્રશ્નપત્ર આપવામાં આવ્યા હતા શાળાના આચાર્ય મનિષાબેન ગજજરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થી - વિદ્યાર્થિનીઓ મોબાઈલના ઉપયોગથી જાતે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં પોતે પોતાનું ગૃહકાર્ય કરી ઈમેલ દ્વારા વિષય શિક્ષકને મોકલાવે છે. બે યુનિટ ટેસ્ટનું આયોજન કર્યું હતું, તેમાં ટેકનોલોજી બેઝ ગૂગલ ફોર્મમાં તેમને પ્રશ્નપત્ર આપી તેમાં બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો અને એક કે બે વાક્યમાં લખી શકાય એવા પ્રશ્નોના ઉત્તરો આપવાના હતા અને આ પ્રકારે પરીક્ષા લેવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓએ અગાઉ ટેકનોલોજી બેઝ કોમ્પિટિશનનું આયોજન પણ કર્યું હતું. જેમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં એક પેરેગ્રાફ નોટપેડમાં કે વ્હોટસએપમાં લખી ઇમેલ અને વ્હોટસએપ કરવાનો હતો.
ડિજિટલ લાઈબ્રેરી પર ઉપલબ્ધ પુસ્તકોમાંથી શિક્ષણ કાર્ય કરાવવામાં આવે વધુમાં જણાવ્યું હતું કે, બુક શેર નામની એક ડિજિટલ લાઇબ્રેરી સાથે અમારી સંસ્થાએ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જેમાં ધોરણની ધોરણ 9 થી 12 ના બધા જ વિષયોના પાઠ્યપુસ્તકો અને અન્ય સંદર્ભ પુસ્તકો મળી રહે છે . જે વિદ્યાર્થીઓ પોતાના મોબાઈલમાં વર્ગ શિક્ષણ દરમિયાન અને ફ્રી સમયે સાંભળીને ભણી શકે છે અને શિક્ષકો દ્વારા પણ તે જ ડિજિટલ લાઈબ્રેરી પર ઉપલબ્ધ પુસ્તકોમાંથી શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે. આ ધોરણના વિદ્યાર્થીઓનું શિક્ષણ મોબાઈલ દ્વારા થાય છે. જેમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મોબાઈલ ફોન પણ આપવામાં આવ્યા છે.