Home /News /surat /Surat:  બીમાર અને ઘાયલ ગાયને હવે તકલીફ નહી પડે, આ સંસ્થાએ આવી એમ્બ્યુલન્સ વસાવી

Surat:  બીમાર અને ઘાયલ ગાયને હવે તકલીફ નહી પડે, આ સંસ્થાએ આવી એમ્બ્યુલન્સ વસાવી

X
સુરતમાં

સુરતમાં અગ્નિવ ફાઉન્ડેશ દ્વારા ગાયની સેવા માટે હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ ચલાવવામાં આવે છે. અત્યાર સુધીમાં 300થી વધુ ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

સુરતમાં અગ્નિવ ફાઉન્ડેશ દ્વારા ગાયની સેવા માટે હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ ચલાવવામાં આવે છે. અત્યાર સુધીમાં 300થી વધુ ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

Mehali tailor, Surat: સુરતમાં યુવાનોનું ગૃપ અગ્નિવ ફાઉન્ડેશન ગૌસેવાનું કામ કરે છે.સુરત શહેરમાં બીમાર અને રોડ પર એક્સિડન્ટ થયેલ ગૌ માતાને રેસ્ક્યુ કરવા માટે તેમની સેવા આવીરત પણે છેલ્લા કેટલાક વર્ષોથી ચાલુ છે. આ સેવા માટે તેઓ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરે છે. છેલ્લા કેટલાક મહિનાથી પ્રાણીઓને સરળતા રહે તે માટે તેમણે હાઇડ્રોલિક એમ્બ્યુલન્સની સેવા શરૂ કરી છે. હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ વડે અત્યાર સુધી 300થી વધુ ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.



ગૌ માતાની સેવા માટે અનેક યજ્ઞ અને બીજી સેવાઓ પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે

હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ દ્વારા પ્રાણીઓને એમ્બ્યુલન્સમાં ચડાવવા અને ઉતાવવા માટે વ્યવસ્થા રહે અને તેઓ પણ બીમાર હાલતમાં સહેલાઈથી એમ્બ્યુલન્સમાં ચડી શકે તે ઉદ્દેશ્યથી હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે. આ અગ્નિવર ફાઉન્ડેશન દ્વારા 6 એમ્બ્યુલન્સ પ્રાણીઓની અને ગૌ માતાની સેવાઓ માટે ફાળવવામાં આવી છે. અત્યાર સુધી આ નવી ટેકનિક દ્વારા એમ્બ્યુલન્સથી વધુ પ્રાણીઓનો જીવ બચાવવામાં આવ્યો છે. આ સાથે આ ગૃપ દ્વારા ગૌ માતાની સેવા માટે અનેક યજ્ઞ અને અનેક બીજી સેવાઓ પણ કરવામાં આવે છે.



હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી
નાના વરાછા રામજી મંદિરમાં એક ગૌશાળા પણ કાર્યરત છે. બીમાર પ્રાણીઓ અને ગૌ માતા જો રસ્તામાં દેખાય તો અગ્નિ ફાઉન્ડેશન દ્વારા આવા પ્રાણીઓ માટે ખાસ એમ્બ્યુલન્સની સેવાઓ શરૂ કરવામાં આવી હતી. જ્યાં તેઓ બીમાર પ્રાણીઓ અને ગૌ માતાને રેસ્ક્યુ કરી હોસ્પિટલ સુધી પહોંચાડે છે. આ રેસ્ક્યુ દરમિયાન અનેક પ્રાણીઓને એમ્બ્યુલન્સમાં ચડાવવામાં ઘણી તકલીફ પડતી હતી. જે ધ્યાનમાં રાખીને અગ્નિવીર ફાઉન્ડેશન દ્વારા હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ સેવા માટે ઉપલબ્ધ કરવામાં આવી છે.
First published:

Tags: Local 18, Surat news