Home /News /surat /સુરત 'મોતનો વળાંક': યુવતીની એક બેદરકારી, મોતના મુખમાં પહોંચી ગઈ - ભયાનક Accident Video
સુરત 'મોતનો વળાંક': યુવતીની એક બેદરકારી, મોતના મુખમાં પહોંચી ગઈ - ભયાનક Accident Video
વલસાડ અકસ્માત સીસીટીવી વીડિયો
surat accident cctv video : સુરત (Surat) ના વાંસકૂઈ (Vaskui) માં પેટ્રોલપંપ પાસે પાછળથી આવતી બોરવેલની ટ્રકે મોપેડને અડફેટમાં લીધું અને ત્યાર બાદના જે દ્રશ્યો સામે આવ્યા તે હચમચાવી નાખે એવા છે. જુઓ સીસીટીવી વીડિયો
કેતન પટેલ, બારડોલી : અકસ્માતની ઘટનાના સનસનીખેજ સીસીટીવી સામે આવ્યા છે. પેટ્રોલ પંપ તરફ વળાંક લીધો અને ધસમસતી ટ્રકે મોપેડને ફંગોળી દીધું. સુરત નજીક 13 જૂને થયેલો ગમખ્વાર અકસ્માત સીસીટીવી (Accident CCTV Video) કેદ થયો હતો. જિંદગીનો એક વળાંક મોટું પરિણામ લાવી શકે છે, પરંતુ જો બેદરકારી ભર્યો વળાંક લીધો તો એ મોતના મુખમાં પણ પહોંચાડી શકે છે. આવી જ એક અકસ્માતની ઘટના બની છે, આ ઘટના 13 જૂનની છે પરંતુ CCTVમાં આ ગોઝારો અકસ્માત કેદ થયો.
સુરતના વાંસકૂઈમાં પેટ્રોલપંપ પાસે પાછળથી આવતી બોરવેલની ટ્રકે મોપેડને અડફેટમાં લીધું અને ત્યાર બાદના જે દ્રશ્યો સામે આવ્યા તે હચમચાવી નાખે એવા છે. જુઓ સીસીટીવી વીડિયો
વાલોડ તાલુકાના ધામોદલા ગામે નિશાળ ફળિયામાં રહેતી અને ઉમરપાડામાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતી યુવતી પોતાના પિતા સાથે ધામોદલાથી મઢી કામ અર્થે જઇ રહ્યાં હતાં. ત્યારે સુરતના વાંસકૂઇના પેટ્રોલપંપ પાસે પાછળથી આવતી બોરવેલની ટ્રક મોતની ટ્રક સાબિત થઈ. વળાંક લેતા જ મોપેડ ટ્રકની અડફેટે આવ્યું. ટ્રકની અડફેટે પિતા 10 ફૂટ દૂર ફંગોળાયા હતા, જ્યારે પ્રોફેસર પુત્રી ટ્રકની નીચે 25 ફૂટ ઢસડાઈ હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તેઓ પેટ્રોલ ભરાવવા માટે ટર્ન લીધો અને ત્યાં જ ધસમસતી ટ્રકે અડફેટે લઈ લીધા. અકસ્માતમાં પિતા-પુત્રીને ગંભીર ઇજા થતાં પુત્રીનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે પિતા ગુરજીભાઈને ગંભીર ઇજા થતાં સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રકચાલક ટ્રક મૂકીને ફરાર થઇ ગયો હતો. પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વાપીના ગુંજન બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં મોપેડ પર સવાર એક યુવક અને યુવતી પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. એ વખતે પુરઝડપે આવેલા એક ટ્રકે મોપેડ સવાર એક યુવક અને યુવતીને જોરદાર ટક્કર મારી હતી. ટ્રકની ટક્કરથી યુવતીનું ઘટના સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે યુવક ઈજાગ્રસ્ત થયો હતો. પિતાની નજર સમક્ષ જ યુવતીનું મોત થતા યુવકના આક્રંદથી માહોલમાં ગમગીની છવાઇ ગઇ હતી. બનાવની જાણ થતાં જ પોલીસ ટીમ તાત્કાલિક પહોંચી હતી અને યુવતીના મૃતદેહનો કબ્જો લઈ અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વલસાડમાં એક દિવસ પહેલા પણ અકસ્માતમાં વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતુ. જેની વિગતો પ્રમાણે, મોડી સાંજે મિત્રો સાથે હોટલમાં જમીને પરત થતાં પોલીટેકનિક કોલેજના એક વિદ્યાર્થીને કારે ટક્કર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઇ ગયો હતો.જોકે, કારનો નંબર નોંધી લેતા અજાણ્યા કારચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો હતો. મળતી માહિતી મુજબ વલસાડ ભાગડાવડા પંચાયત હદમાં તિથલ રોડ પાસે કોલેજ કેમ્પસમાં આવેલી સરકારી પોલીટેક્નિક કોલેજનો વિદ્યાર્થી હરમિતસિંગ (ઉ.19) પોતાના મિત્રો સાથે સાંજે 7.30 વાગ્યાના સુમારે વલસાડ સ્ટેશન રોડ ઉપર એક હોટલમાં જમવા માટે ગયો હતો. જે બાદ આ કરૂણ ઘટના બની હતી.