Home /News /surat /સુરત: આપના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા વકર્યો વિવાદ, જાણો કેજરીવાલ શું લગાવી રહ્યા છે આરોપ

સુરત: આપના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા વકર્યો વિવાદ, જાણો કેજરીવાલ શું લગાવી રહ્યા છે આરોપ

અરવિંદ કેજરીવાલની ફાઇલ તસવીર

Surat Politics: અરવિંદ કેજરીવાલે આક્ષેપ કર્યો છે કે, જરીવાલાને ફોર્મ પરત ખેંચવા માટે શાષક પક્ષ દ્વારા ભારે દબાણ કરવામાં આવ્યું હતુ. જે બાદ મનિષ સિસોદિયાએ પણ ટ્વિટ અને વીડિયો જાહેર કરીને આક્ષેપો લગાવ્યા છે.

    સુરત: શહેર પુર્વના આપના ઉમેદવાર કંચન જરીવાલાએ અચાનક ફોર્મ પરત ખેંચી લેતા રાજકારણમાં ફરી ગમાવાયો આવી ગયો છે. આ અંગે આપના સંયોજક અરવિંદ કેજરીવાલે આક્ષેપ કર્યો છે કે, જરીવાલાને ફોર્મ પરત ખેંચવા માટે શાષક પક્ષ દ્વારા ભારે દબાણ કરવામાં આવ્યું હતુ. જે બાદ મનિષ સિસોદિયાએ પણ ટ્વિટ અને વીડિયો જાહેર કરીને આક્ષેપો લગાવ્યા છે. આ સાથે તેઓ આ અંગે ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરવા જઇ રહ્યાનું જણાવી રહ્યા છે.

    અરવિંદ કેજરીવાલના ટ્વિટમાં જણાવ્યા પ્રમાણે, સુરત (પૂર્વ)ના અમારા ઉમેદવાર કંચન જરીવાલા અને તેમનો પરિવાર ગઈકાલથી ગુમ છે. સૌપ્રથમ ભાજપે તેમનું નામાંકન નામંજૂર કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમનું નામાંકન સ્વીકારવામાં આવ્યું હતું. બાદમાં તેમના પર ઉમેદવારી પાછી ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું.



    આ પણ વાંચો : સીએમ પટેલે ફોર્મ ભરતા પહેલા અમિત શાહ સાથે કર્યો દમદાર 'રોડ શો,'

    દિલ્હીનાં ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના જણાવ્યા પ્રમાણે, ભાજપ ગુજરાતમાં હારના ડરથી ગભરાઇ ગઇ છે. પૂર્વ સુરતના આપના ઉમેદવાર કંચન જરીવાલને ગુંડોએ કિડનેપ કરી લીધો હતો.



    નોંધનીય છે કે, સુરત આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. પહેલા કોંગ્રેસમાં રહેલા અને ત્યારબાદ આપ પાર્ટીમાં જોડાયેલા કાંઠા વિસ્તારના કોળી પટેલ આગેવાન અને આપ નેતા યોગેશ પટેલ પોતાના ચારસોથી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે. યોગેશ પટેલે ચોર્યાસી વિધાનસભાના ભાજપના ઉમેદવાર સંદીપ દેસાઈને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે.જ્યાં વેસુ સ્થિત કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ અને શહેર ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં યોગેશ પટેલ અને તેમના કાર્યકરો વિધિવત ભાજપનો કેસરિયા ધારણ કરી પાર્ટીમાં જોડાયા હતા.
    " isDesktop="true" id="1285046" >

    શહેર ભાજપ પ્રમુખ નિરઝંન ઝાંઝમેરા અને ચોર્યાસીના ઉમેદવાર સંદીપ દેસાઈએ તમામને ભાજપનો ખેંસ અને ટોપી પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા. જોકે, ટિકિટ કપાવવાના કારણે પાર્ટીથી નારાઝ ઝંખના પટેલની કાર્યક્રમમાં ગેરહાજરી જોવા મળી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, ગુજરાત ચૂંટણી, સુરત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन