Home /News /surat /સુરત: પોણા બે કરોડના ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ, કોને આપવાની હતી ડિલેવરી?

સુરત: પોણા બે કરોડના ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ, કોને આપવાની હતી ડિલેવરી?

પોણા બે કરોડના ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ

Surat Crime: સારોલી ચેકપોસ્ટ પાસેથી એક રાજસ્થાની યુવકને ગતરોજ રાત્રે ઝડપી પાડ્યો હતો આ યુવક પાસેથી પોણા બે કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું.

સુરત: સુરતમાં પોલીસે નશાનો કારોબાર કરતાં લોકો સામે લાલ આંખ કરી છે અને તેમના નશાના નેટવર્કને તોડવા માટેની કામગીરી કરી રહ્યા છે. આવામાં તાજેતરમાં શરૂ થયેલા સારોલી પોલીસ સ્ટેશન કર્મચારીઓએ સારોલી ચેકપોસ્ટ પાસેથી એક રાજસ્થાની યુવકને ગતરોજ રાત્રે ઝડપી પાડ્યો હતો આ યુવક પાસેથી પોણા બે કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું. જે મુંબઈ ખાતેથી સુરત લઈ આવતો હોવાનું તપાસ દરમિયાન સામે આવતા પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે.

ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી નશાનો કારોબાર ચાલી રહ્યો છે, ત્યારે આવા નશાના કારોબાર સામે સરકાર દ્વારા કાર્યવાહી કરવાની શરૂ કરવામાં આવી છે. કારણ કે આ નશાના રવાડે ચડેલું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. તેને ધ્યાનમાં રાખી સુરત પોલીસ નશાનો કારોબાર કરતા લોકો સામે તવાઈ બોલાવી તેમના નેટવર્ક તોડવાની કામગીરી કરી રહી છે, ત્યારે સુરતની તાજેતરમાં જ શરૂ થયેલા સારોલી પોલીસ મથકના પોલીસ કર્મચારીઓએ પેટ્રોલિંગમાં હતા ત્યારે સારોલી ચેકપોસ્ટ પાસેથી અફઝલ નામના એક યુવકની અટકાયત કરી તેની પૂછપરછ કરતા તે મૂળ રાજસ્થાનનો રહેવાસી હોવાની વિગતો સામે આવી હતી.

આ પણ વાંચો: પ્રતિ કલાક 241 કિમી પવનની સ્પીડમાં માંડ માંડ બચ્યો, જૂઓ VIDEO

જોકે, આ યુવકની તપાસ કરતા તેની પાસેથી પોલીસને બે કરોડ રૂપિયાના ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. અંદાજિત 1.70 કિલોગ્રામ જથ્થો મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. તાત્કાલિક આ યુવકની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો અને એની પૂછપરછ કરતા થયા જથ્થો મુંબઈ ખાતેથી લાવ્યો હોવાનું સામે આવ્યું હતું. જોકે, આ જથ્થો સુરતમાં કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી મુંબઈથી આ જથ્થો કોણે મોકલ્યો હતો અને સુરતમાં કોને ડિલેવરી કરવામાં આવ્યો હતો, તે મામલે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Crime news, Gujarat News, Surat news

विज्ञापन
विज्ञापन