Home /News /surat /Surat Crime: યુવકે સગીરા પર દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો, મળવા ન અવતા આપી ધમકી

Surat Crime: યુવકે સગીરા પર દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો, મળવા ન અવતા આપી ધમકી

પ્રતીકાત્મક તસવીર

આ વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી. સાથે જ સગીરાની નક્કી થયેલી સગાઈ તોડાવી નાખી હતી. આ સમગ્ર મામલે સગીરા અને તેના માતા પિતાએ ફરિયાદ આપતા અઠવા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત (Surat Crime)ના અઠવા પોલીસ સ્ટેશન (Athva Police) વિસ્તારમાં રહેતી સગીરાને એક યુવકે લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ (Rape) બાંધ્યા હતા. જોકે આ પ્રેમસંબંધ (Love Affaire) દરમિયાન યુવકે યુવતીને અંગતપળોના વીડિયો (Video) પણ કેમેરામાં કેદ કર્યા હતા અને યુવતીને અવારનવાર ફરવા લઈ જઈ દુષ્કર્મ (Surat Rape) આચર્યુ હતુ.

જોકે યુવતી ફરવા જવાની ના પાડતા તેના વીડિયો વાયરલ કરવાની ધમકી યુવક વારંવાર આપતો હતો અને તેની સગાઈ તોડવાની વાત પણ કહેતો હતો. સાથે જ યુવતીને મારી નાખવાની ધમકી આપી યુવકે યુવતીની સગાઈ તોડી નાખતા યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

સુરતમાં સતત મહિલા અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે તેમાં પણ બાળકી સાથે સગીરા પર દુષ્કર્મની ઘટનામાં સતત સામે આવી રહી છે. તેવામાં વધુ એક ઘટના સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો હતો. સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલી ચોગાન શેરી ખાતે રહેતા જાસીમ સલીમ શેખના એ એક સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્ન કરવાની લાલચ આપીને જાસીમ શેખ સગીરાને અવારનવાર ફરવા લઈ જતો હતો અને દુષ્કર્મ પણ આચર્યું હતું.

આ પણ વાંચો- શિક્ષણ જગત શર્મસાર! હાથમાં દારૂની બોટલ સાથે શિક્ષકો ગીતના તાલે ઝુમ્યા

આ સાથે જ સગીરાની અન્ય જગ્યાએ સગાઈ થઈ જતા ધમકી આપતા કહેતો હતો કે, તું મારી સાથે ફરવા નહીં આવે તો તારા લગ્ન જ્યાં નક્કી થયા છે. ત્યાં હું જાણકરી તારા લગ્ન થવા નહી દઈશ. જાસીમ શેખ સગીરાને ધમકી આપતો કે તું મારી સાથે નહીં આવે તો તારા માતા-પિતાને જાનથી મારી નાંખીશ. આરોપીએ સગીરાને મરજી વિરુદ્ધ ડુમસ ફરવા લઈ જઈ લગ્ન કરવાની લાલચ આપી ડુમસ ખાતે વીડિયો ક્લિપ બનાવી લીધી હતી.

આ પણ વાંચો- ધનાઢ્ય પરિવારના નબીરાઓએ બર્થ-ડે પાર્ટીની ઉજવણી કરવા ચોરી કરી

આ વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી. સાથે જ સગીરાની નક્કી થયેલી સગાઈ તોડાવી નાખી હતી. આ સમગ્ર મામલે સગીરા અને તેના માતા પિતાએ ફરિયાદ આપતા અઠવા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
Published by:Rakesh Parmar
First published:

Tags: Gujarati news, Surat crime Surat News, Surat news, Surat police

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો