Home /News /surat /સુરત: સસરાએ વહુને નવડાવી, બહાર નીકળવા ગઇ તો ગરમ પાણી નાંખી દઝાડી, પતિ અને દીકરો તમાશો જોતા રહ્યાં

સુરત: સસરાએ વહુને નવડાવી, બહાર નીકળવા ગઇ તો ગરમ પાણી નાંખી દઝાડી, પતિ અને દીકરો તમાશો જોતા રહ્યાં

સુરતમાં મહિલા પર સાસુ- સસરા પતિનો ત્રાસ

Surat Crime: પીડિત વહુએ સસરા સામે ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, મારા સસરા બાથરૂમમાં ઘૂસીને મને જબરજસ્તી નવડાવે, કહેવા જાઉં તો ઢીક્ક મુક્કીનો માર મારી ઘર બહાર કાઢી મૂકે છે. જ્યારે પતિ અને 17 વર્ષનો દીકરો માત્ર તમાશો જોયા કરે છે. સિવિલના ડોક્ટરો પણ પીડિત મહિલાની વ્યથા સાંભળી ચોંકી ગયા છે.

વધુ જુઓ ...
સુરત શહેરમાં ક્રાઇમની ઘટનાઓ છાશવારે બનતી હોય છે. હાલમાં શહેરનાં માં ઉધના મગદલ્લા રોડ પર રહેતી 42 વર્ષીય વહુએ તેનાં સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વહુનું કહેવું છે, સસરાએ ગરમ પાણી નાખી ગંભીર રીતે દઝાડી દીધી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ઘરેલુ હિંસામાં ત્રણ દિવસથી માર મારે છે. આ પહેલી વખત નથી. આ પહેલાં પણ ઘણી વખત આવી ઘટના બની છે. તેમનાં લગ્નને 22 વર્ષ થયા છે. પિડિતાનો સસરો તેને અવાર નવાર પરેશાન કરતો હતો.

આ પણ વાંચો-જૂનાગઢ: મારકણી ગાયે એકજ પરિવારનાં ત્રણને અડફેટે લીધા, ઘણાને બનાવ્યા શિકાર, જુઓ CCTV VIDEO

આજ રોજ પીડિતા પર પહેલાં ઠંડુ પાણી નાંખી તેને નવડાવી હતી. આવું તે ઘણી વખત કરતો હતો. જ્યારે તે બાથરૂમમાંથી બહાર નીકળવા ગઇ તો તેનાં પર ગરમ ગરમ પાણી ભરેલી તપેલી નાંખી હતી. પીડિતાએ પોતાને બચાવવા માટે મોઢુ ઢાંકી દીધુ અને ફરી ગઇ જેથી તે પિઠનાં ભાગે દાઝી હતી. જે બાદ તે સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં આવી હતી.પીડિત વહુએ સસરા સામે ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, મારા સસરા બાથરૂમમાં ઘૂસીને મને જબરજસ્તી નવડાવે, કહેવા જાઉં તો ઢીક્ક મુક્કીનો માર મારી ઘર બહાર કાઢી મૂકે છે. જ્યારે પતિ અને 17 વર્ષનો દીકરો માત્ર તમાશો જોયા કરે છે. સિવિલના ડોક્ટરો પણ પીડિત મહિલાની વ્યથા સાંભળી ચોંકી ગયા છે.

આ પણ વાંચો-આણંદ: વિદ્યાર્થિનીને નગ્ન અવસ્થામાં પ્રોફેસરે વિડીયો કોલ કરી બિભત્સ માંગણી

તેઓ મારી દીરી સાથે પણ મારી વાત કરવાં નથી દેતા. મારો પતિ જ ના પાડે છે. હું પણ તેને કહુ છુ કે તારા સાસરે કંઇ મારા કારણે સમસ્યા થાય તેનાં કરતાં તું મારી સાથે વાત ન કર.

મહિલાનું એક અઠવાડિયાથી સાસુ-સસરાનો ત્રાસ સહન કરું છું, છેલ્લા ત્રણ દિવસથી મારી રહ્યા છે. 100 નંબર પર મદદ માટે ફોન કરું તો તેઓ ફરિયાદ લખવા માટે પોલીસ સ્ટેશન બોલાવે તો આ લોકો મને ઘરમાં પુરી દે છે. તેથી હવે મે ફોન કરવાનું પણ બંધ કરી દીધુ છે. હવે માર સહન નથી થતો, અઢી વર્ષથી કોર્ટમાં ઘરેલુ હિંસાનો કેસ ચાલી રહ્યો છે. એવું લાગે છે મારો જીવ જશે પછી જ કોર્ટ કેસનો નિકાલ આવશે.
Published by:Margi Pandya
First published:

Tags: Crime news, Father in law harrsed daughter in law, Surat news, Surat Samachar, એફઆઇઆર

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन