Home /News /surat /સુરત: ધોરણ 11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
સુરત: ધોરણ 11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
મૃતક સુમિતા ધો. 11 માં અભ્યાસ કરતી હતી.
વિદ્યાર્થિનીએ હુક સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. પોતાની જ દીકરીને લટકતી જોઈ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. પરિવારે હૈયાફાટ રુદન કર્યું હતું.
સુરત: સુરતના નાના વરાછા વિસ્તારમાં ધોરણ 11માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થિનીએ કયા કારણોસર આપઘાતનું પગલું ભર્યું તે હાલ સામે આવ્યું નથી.
નાની નાની વાતોમાં તરુણો આપઘાત કરવા જેવું પગલું ભરી રહ્યા છે, ત્યારે આવી જ એક વધુ ઘટના સુરતમાં સામે આવી છે. મળતી માહિતી મુજબ નાના વરાછા વિસ્તારમાં આવેલી હાઉસિંગ સોસાયટીમાં રહેતા સુરેશ ભાઈ વેગડ ગરેજ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં એક પુત્ર અને અને 17 વર્ષીય પુત્રી સુમિતા કે જે ધો. 11 માં અભ્યાસ કરતી હતી. આજે વહેલી સવારે ધો. 11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સુમિતાએ પરિવાર નિંદ્રામાં હતું. તે વેળાએ વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં રસોડામાં જઈને આપઘાત કરી લીધો હતો.
વિદ્યાર્થિનીએ હુક સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. પોતાની જ દીકરીને લટકતી જોઈ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. પરિવારે હૈયાફાટ રુદન કર્યું હતું. બીજી તરફ બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે વિદ્યાર્થનિની લાશને પીએમ અર્થે ખસેડી છે. વિદ્યાર્થિનીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે હાલ જાણી શકાયું ન હતું, પરંતુ દીકરીના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પોલીસ દ્વારા આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.