Home /News /surat /સુરત: બે દિવસ પહેલાં મહારાષ્ટ્રનાં યુવકને ચોર સમજીને મારી નાખવા બદલ 7 ની ધરપકડ

સુરત: બે દિવસ પહેલાં મહારાષ્ટ્રનાં યુવકને ચોર સમજીને મારી નાખવા બદલ 7 ની ધરપકડ

બે દિવસ પહેલાં મહારાષ્ટ્રનાં યુવકને ચોર સમજીને મારી નાખવા બદલ 7 ની ધરપકડ

Surat Crime News: સચિન પોલીસ દ્વારા 7 લોકો પર ફરિયાદ લેવમાં આવી હતી જેમાં 1.શિવા ગંગા રામ પાલ, 2. શુબોધ શિંગ સુરેશ રેમ, 3.લક્ષ્મી માધવ કોકો મહન્તિ, 4.સુરેન્દ્ર જવાહર મહતો, 5.દેવરાજ રામનાથ વિશ્વકર્મા, 6.સુનિલ દાલકીશન પ્રસાદ, 7.પપ્પુ કુમાર વર્માની ધરપકડ કરવામાં આવી છે.

વધુ જુઓ ...
સુરત શહેરના છેવાડે આવેલ સચિન વિસ્તારમાં આવેલ શ્રી રામ નગર માં ગત મોડી રાત્રે એક અજાણ્યા યુવક ને ચોર સમજીને સ્થાનિકો દ્વારા મારા મારતા યુવકનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ સચિન પોલીસ ને થતા સચિન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને આગળ ની તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ માં બહાર આવ્યું હતું કે મારનાર વ્યક્તિ નું નામ સમાધાન મગન કોળી, જે મહારાષ્ટ્રનાં અમલનેરનાં જેતપીરનાં રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. અગાઉ બે દિવસ પહેલા સુરત ખાતે રોજીરોટી કામવા માટે સચિન વિસ્તારમાં રહેતા તેનાં ગામનાં સગાનાં ઘરે આવ્યો હતો. કાલે મોડી રાત્રી દરમિયાન નશાની હાલત રસ્તો ભટકતામાં કનકપુરના શ્રી રામ નગર માં પહોંચ્યો હતો અને ત્યાંના સ્થાનિકો એ ચોર સમજી ને મારનાર સમાધાન કોળી ને ઇલેક્ટ્રિક થાબલમાં બધી ને હાથ,લાત, ડિકા મૂકી તેમજ લાકડાના ફટકા વડે માર મારવા લાગ્યા હતા જેમાં સમાધાન કોળીનું મૃત્યુ નીપજ્યું હતું.

જેમાં સચિન પોલીસ દ્વારા 7 લોકો પર ફરિયાદ લેવમાં આવી હતી જેમાં 1.શિવા ગંગા રામ પાલ, 2. શુબોધ શિંગ સુરેશ રેમ, 3.લક્ષ્મી માધવ કોકો મહન્તિ, 4.સુરેન્દ્ર જવાહર મહતો, 5.દેવરાજ રામનાથ વિશ્વકર્મા, 6.સુનિલ દાલકીશન પ્રસાદ, 7.પપ્પુ કુમાર વર્માની ધરપકડ કરી છે.

જો પોલીસ કડક તાપસ કરે તો હજૂ વધુ નામ ખુલી શકે છે તેવી શકયતા છે. આ તપાસમાં નવાં નામ ખુલી શકે છે તેવું પોલીસ દ્વારા ફરિયાદમાં નોંધ પણ કરવામાં આવી છે. આ ઘટનાની સચિન વિસ્તારમાં ખુબજ નિંદા કરવામાં આવી રહી છે. મારનાર વ્યક્તિ ચોર હોય એવી કોઈ પુષ્ટિ થઈ નથી. પણ શું કોઈ પણ વ્યક્તિને શકાં ના આધારે આવી રીતે ઢોર માર મારી કાયદાને હાથમાં લેવું યોગ્ય છે.

ભવિષ્યમાં આવો કોઈ બનાવ ન બને તે માટે પોલીસ અને પ્રશાસન એ આ કેસમાં કડક પગલાં લઈ મારનાર લોકો પર કાર્યવાહી કરવી જોઈએ એવી સચિન વિસ્તારનાં લોકોમાં ચર્ચા થઇ રહી છે.
First published:

Tags: 7 arrested, Crime news, Surat Crime, Surat Samachar

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો