Home /News /surat /સુરતમાં કાર પર કિચડ નાંખી 55 લાખની લૂંટ મામલે સનસનીખેજ ખુલાસો, કેમ રચ્યું તરકટ?

સુરતમાં કાર પર કિચડ નાંખી 55 લાખની લૂંટ મામલે સનસનીખેજ ખુલાસો, કેમ રચ્યું તરકટ?

55 લાખની લૂંટ મામલે સનસનીખેજ ખુલાસો

... તો અડધા કરોડની લૂંટ થઇ જ નથી. ક્રાઇમ સીરિઝને ટપારે તેવી ઘટના. સુરત પોલીસે તરકટનો કર્યો પર્દાફાશ.

સુરત: શહેરના ડીંડોલી વિસ્તારમાં બે દિવસ પહેલા લૂંટની ઘટના સામે આવી હતી. કાર પર જઈ રહેલા અંકિતા નામના શખ્સ પર એક્ટિવા પર આવેલા બે લોકોએ કાર ના આગળના કાચ પર કાદવ ફેંકી કાર રોકાવી હતી અને કારમાં રહેલા 55 લાખની લૂંટ થઈ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા પોલીસે તાત્કાલિક ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર મામલે કારમાલિક દ્વારા તરકટ ઊભું કરી લૂંટની ઘટના બન્યા હોવાનું નાટક રચ્યું હતું. આથી પોલીસે કાર માલિક તેમજ એકટીવા ચાલક એમ ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કાર પર કિચડ નાંખી લૂંટ કર્યાનું નાટક

સુરતમાં અવારનવાર લૂંટની ઘટનાઓ સામે આવે છે, તેવામાં બે દિવસ પહેલા ડીંડોલી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ ચલથાણ કેનાલ રોડ પર એકટીવા પર બે શખ્સો મોઢું બાંધેલી હાલતમાં આવ્યા હતા અને સ્કોર્પિયો લઈને જઈ રહેલા કારચાલકનો ઓવરટેક કરી એકટીવા ચાલકની પાછળ બેસેલા વ્યક્તિ દ્વારા એક કિચડ ભરેલી પ્લાસ્ટિકની થેલી આગળના કાચ ઉપર નાખી દેતા સ્કોર્પિયો કાર ચાલકે બ્રેક મારી રોડની વચ્ચે જ કાર ઊભી રાખી દીધી હતી. જેથી કારચાલકે કે કાર ઉભી રાખી તે દરમિયાન એકટીવા પર આવેલા શખ્સોએ કારની ચાવી કાઢી લઈ અને કારની પાછળની સીટમાં મુકેલા 55 લાખ ભરેલા રોકડા રૂપિયા ની બેગ આંચકી લઈ એકટીવા પર બેસી ચલથાણ તરફ ભાગી છૂટ્યા હોવાની ફરિયાદ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

આ પણ વાંચો: બસમાંથી ઝડપાઇ 143 કિલો ચાંદી

શા માટે લૂંટનું નાટક કરવું પડ્યું?

આ મામલે પોલીસે સઘન તપાસ કરતા જ  ચોંકાવનારો ખુલાસો થયો હતો. લૂંટ જેવી ઘટનામાં પોલીસે તાત્કાલિક અસરથી સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જેમાં ફરિયાદી અંકિતભાઈ કાનોડીયાની શંકાસ્પદ ભૂમિકા સામે આવતા જ પોલીસે તેમની સધન પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછના અંતે અંકિતભાઈ ભાંગી પડ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે, તેમના મામાના દીકરા આશિષ ગુપ્તા અને તેમના જીજાજીનું ભાણેજ અભય ઢીબરાએ સાથે મળી વોટર જેટ મશીનરી નાખી ભાગીદારી માટે ટેક્સટાઇલનો ધંધો સુરતમાં શરૂ કરવાનું નક્કી કર્યું હતું. તે માટે કડોદરા ચાર રસ્તા નજીક અરવિંદભાઈ પટેલ નામના શખ્સને મળી કડોદરા ખાતે ગાર્ડન મિલ નજીકમાં એક જગ્યા ખરીદી હતી. જેના પેમેન્ટ પેઠે 55 લાખ અરવિંદભાઈ પટેલને આપવાના હતા. જે પૈકી દસ લાખ રૂપિયા અભય તેમજ 20 લાખ રૂપિયા આશિષ દ્વારા મોકલવામાં આવ્યા હતા. જોકે, તેમના ભાગના રહેલા 25 લાખની સગવડ થઈ ન હતી. જેથી તેમણે પોતાના ઓળખીતા મિત્ર ઉંમર મહમદ યુસુફ અને ઉંમરના મિત્ર ઈમરાન પઠાણ દ્વારા રોકડ રૂપિયાની લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો.

આથી ડીંડોલી કેનાલ રોડના મધુરમ સર્કલ ચલથાણ રોડ પર સીસીટીવી કેમેરા ન હોવાથી આ જગ્યા પસંદ કરી હતી. જોકે, આ સમગ્ર વાતનો ખુલાસો થતા જ પોલીસે 30 લાખ રોકડા રૂપિયા તેમજ લૂંટના નાટકમાં વપરાયેલા એકટીવા મોપેડ કબજે કરી અંકિત કાનોડિયા, મોહમ્મદ ઉંમર શેખ અને ઇમરાન ઈબ્રાહીમ પઠાણ નામના ત્રણ શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Crime news, Gujarat News, Surat news

विज्ञापन