Home /News /surat /સુરત: ધો. 12ના વિદ્યાર્થીને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેલ કરતા આપઘાત

સુરત: ધો. 12ના વિદ્યાર્થીને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેલ કરતા આપઘાત

હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેલ કરતા વિદ્યાર્થીનો આપઘાત

સુરતના વિદ્યાર્થીને હનીટ્રેપમાં ફસાવી વીડિયો બનાવી બ્લેકમેલ કરતાં યુવકે પોતાના મકાન પરથી કૂદકો મારી કર્યો આપઘાત

સુરત: શહેરમાં છેલ્લા લાંબા સમયથી મોબાઈલ ઉપર આવતા અનનોન કોલ દ્વારા સામેનો વ્યક્તિ પ્રેમની વાતો કરી યુવકને લગ્ન કરી તેના ફોટા પાડી દીધા બાદ બ્લેકમેલ કરવાની ઘટનાઓ બની રહી છે, ત્યારે આવી જ એક ઘટનામાં ધોરણ 12માં અભ્યાસ કરતો યુવાન ભોગ બન્યો હતો અને ઘટના બનતાની સાથે જ આ યુવકે પોતાના મકાનની છત ઉપરથી કૂદીને આપઘાત કરી દીધો હતો. સુરતની ચોક બજાર પોલીસે આ મામલે આપઘાતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેલ કરતા વિદ્યાર્થીનો આપઘાત

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતો અને ધોરણ 12માં અભ્યાસ કરતો મિતુલ વોરા નામનો યુવકે આ જ રીતે મોબાઈલ પર ભોગ બન્યા બાદ પરિવારને કંઈપણ જણાવ્યા વગર પહેલી તારીખે પોતાના મકાનના છઠ્ઠા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા બાદ ત્રણ દિવસની સારવાર બાદ યુવકનું મોત થયું હતું. આ સમગ્ર મામલો સામે આવતા પરિવારે સુરતના ચોક બજાર પોલીસ મથકમાં હનીટ્રેપ અને બ્લેકમેલિંગની ફરિયાદ નોંધાવી છે. જ્યારે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આપઘાત માટે દુષ્પ્રેરણાની કલમનો ઉમેરો કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો: CBIએ 5 લાખની લાંચ લેતાં ઝડપેલા અધિકારીનો ચોથા માળેથી ઝંપલાવી આપઘાત

9 હજાર છસો રુપિયા પડાવ્યા હતા

વિદ્યાર્થીને અશ્વીલ વીડિયો બનાવી આરોપીઓએ તેની પાસેથી 9 હજાર છસો રુપિયા પડાવ્યા હતા. ફોન પે એકાઉન્ટન્ટમાં પણ ટ્રાન્જેક્શનની વિગતો મળી આવી છે. જ્યારે વધુ રુપિયાની માંગણી કરતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. ચોકબજાર પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે દુષ્પેરણાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

આવી રીતે કરાય છે બ્લેકમેલ

તમારા મોબાઇલ ઉપર કોઈ લિંક આવે અથવા કોઈ યુવતીનો મેસેજ આવે તો સાવધાન થઇ જજો. કેમ કે, આવી રીતે મોબાઇલ યુઝર્સને લિંક અથવા મેસેજ કરવામાં આવતાં હોવાનું જાણવા મળી રહ્યું છે. જે બાદ મહિલાઓ દ્વારા યુવકોને પોતાની વાતમાં ભેળવી ફસાવવામાં આવતાં હોય છે. સાથે જ પુરુષો સાથેના બીભત્સ ફોટો પાડી લઇ તેમને બ્લેકમેલ કરવામાં આવતું હોય છે. આવા ફોટા ફેક એકાઉન્ટ દ્વારા વાયયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવામાં આવતું હોવાનું પણ સામે આવી રહ્યું છે. ત્યારે આવી કોઇપણ મેસેજ કે લિંકથી સાવચેત રહેવાની જરૂર છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Crime news, Gujarat News, Surat news