Home /News /surat /સુરતઃ ઉકાઈ ડેમમાંથી ૧.૯૦ લાખ ક્યુસેક પાણી છોડાવા મંજૂરી, નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર

સુરતઃ ઉકાઈ ડેમમાંથી ૧.૯૦ લાખ ક્યુસેક પાણી છોડાવા મંજૂરી, નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર

ફાઈલ તસવીર

દક્ષિણ ગુજરાતના ૩૨ તાલુકાઓમાં એકંદરે એક ઈંચથી લઈને ૪ ઈંચ સુધી વરસાદ પડ્યો છે.

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) મેઘરાજાની અવિરત સવારી (heavy Rain fall) યથાવત રહી છે. દક્ષિણ ગુજરાતના ૩૨ તાલુકાઓમાં એકંદરે એક ઈંચથી લઈને ૪ ઈંચ સુધી વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે નદી નાળા છલોછલ વહી રહ્યાં છે. સુરતમાંથી પસાર થતી ખાડીઓ પણ બે કાંઠે વહી રહી છે. ત્યારે ઉકાઈ ડેમના (Ukai dam) ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાંથી (dam) તંત્ર દ્વારા ૧ લાખ ૯૦હજાર ક્યુસેક પાણી છોડવાની મંજૂરી આપવામાં આવી છે. જેની સામે અત્યારે ૧ લાખ ૭૬ હજાર ૬૩૫ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. શહેર સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી લોકોને તકેદારી રાખવા સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે. છેલ્લા ૧૨ કલાકમાં સુરત શહેરમા એક ઇંચ અને  બારડોલીમાં ૨ ઇંચ વરસાદ પડયો છે.

ઉકાઈ ડેમની ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેથી ડેમમાં પાણીની આવક ૧ લાખ ૧૮ હજાર ૮૫૬ ક્યુસેક છે. ઉકાઈનું રૂલ લેવલ ૩૩૫ ફૂટ છે. જેથી આ સપાટી જાળવી રાખવા ડેમમાંથી હાલ આવક સામે જાવક ૧ લાખ ૭૬ હજાર ૬૩૫ ક્યુસેક કરવામાં આવી છે. જેથી ઉકાઈની સપાટી ૩૩૩.૮૪ થઈ છે.ફ્લડ સેલ દ્વારા ઉકાઈ ડેમમાં પાણીની આવકને જોતા ૧ લાખ ૯૦ હજાર ક્યુસેક પાણી છોડવા માટે મંજૂરી આપવામાં આવી છે. ઉકાઈમાં પાણીની આવક વધે તો ૧ લાખ ૯૦ હજાર ક્યુસેક સુધી પાણી છોડવામાં આવી શકે છે.

ઉકાઈમાંથી આ પાણી હાઈડ્રો, ગેટ ખોલીને અને કેનાલ મારફતે છોડવાની મંજૂરી તંત્ર દ્વારા આપવામાં આવી છે.સુરત શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા રહેલી હોય ખાસ તકેદારી રાખવા તથા સુરતમહાનગરપાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સ્થળાંતર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવે તે માટે જરૂરી સહકાર આપવા વિનંતી  કરવામાં આવી છે.

તેમજ ઉપરવામાં મધ્ય વરસાદ પડતા હથનુર ડેમમાં પાણી આવક વધતા ડેમની સપાટી વધીને ૨૧૦.૧૫ મીટરે પહોચી છે. જેથી હથનુરડેમમાંથી ૩૫૬૨૦ કયુસેક પાણી ઉકાઇમાં છોડમાં આવ્યુ છે. આમ ઉકાઇમાંથી પાણી છોડવાની માત્રમાં વધારો કરતા તાપી નદી બે કાંઠે જાવા મળી રહી છે.જેમા કારણે કોઝવેની સપાટી વધીને ૯ મીટરે પહોîચી છે. નદીનું લેવલ વધતા શહેરીજનો પાણી જાવા માટે પુલો પર ઉમટી રહયા છે. જયારે તાપી નદીના ઉપરવાસમાં પડી રહેલા વરસાદથી કાંકરાપાર ડેમમાંથી ૧૬૦૩૦૦ કયુસેક પાણી છોડવામાં આવ્યુ છે.

આ પણ વાંચોઃ-72 કલાક એકલા હાથે ચીની સેના સાથે લડનાર સૈનિક, જેની આત્મા હજી પણ સરહદની કરે છે સુરક્ષા

જેથી કાંકરાપાર ડેમમી સપાટી વધીને ૧૬૮.૩૦ ફુટ પર પહોચી છે.બીજી બાદુ વિતેલા ૨૪ કલાક દરમિયાન તાપી જિલ્લાના સોનગઢમાં ૪૪ મીમી વરસાદ વરસ્યો છે જ્યારે નિઝર તાલુકામાં સૌથી ઓછો ૬ મીમી વરસાદ નોંધાયો છે. જયારે છેલ્લા ૧૨ કલાકમાં સુરત જિલ્લામાં બારડોલીમાં સૌથી વધુ ૪૯ મીમી અને સૌથી ઓછો માંગરોલમાં ૨મીમીઅને ઓલપાડ અને માંડવીમાં ૪ મીમી વરસાદ પડયો છે.

આ પણ વાંચોઃ-કેરળઃ ગર્ભવતી હાથણીના મોતની ઘટનાના બાદ ગર્ભવતી ભેંસની હત્યા, છ લોકોની ધરપકડ

આ પણ વાંચોઃ-3 Idiots ફિલ્મ જેવી ઘટના! ચાલુ ટ્રેનમાં પ્રસુતિ પીડા ઉપડતા ફોન ઉપર સલાહ લઈને મહિલા પોલીસે કરાવી સફળ ડિલિવરી

આ ઉપરાંત ચોર્યાસીમાં ૧૯મીમી,કામરેજમાં ૮ મીમી,માંડવીમાં ૨૭ મીમી, પલસાણામાં ૨૬મીમી, સુરત શહેરમાં ૨૧મીમી અને ઉમરપાડામાં ૨૨મીમી વરસાદ પડયો છે.ïજયારે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં દક્ષિણ ગુજરાતનો સૌથી વધુ ૯૫મીમી વરસાદ ખાબક્યો છે.
" isDesktop="true" id="1014210" >

જ્યારે જલાલપોરમાં સૌથી ઓછો ૪૧મીમી વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લામાં વલસાડમાં સૌથી વધુ ૭૭ અને વાપીમાં ૨૦ મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે. ડાંગ જિલ્લામાં સૌથી વધુ સુબ્બિર અને વઘઈમાં ૫૯મીમી જ્યારે સૌથી ઓછો આહવામાં ૫૨મીમી સાથે એકંદરે ૫૭ મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે.
First published:

Tags: Dam overflow, Heavy rainfall, Ukai Dam, દક્ષિણ ગુજરાત, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો