Home /News /surat /સુરત: ફાફડા-જલેબી માટે પડાપડી, સવારે 4 વાગ્યાથી લાગી લાઇનો

સુરત: ફાફડા-જલેબી માટે પડાપડી, સવારે 4 વાગ્યાથી લાગી લાઇનો

વહેલી સવારથી ફરસાણની દુકાન ઉપર લાંબી લાઈનો

Sura dussehra: ફાફડા-જલેબી માટે વહેલી સવારથી ફરસાણની દુકાન બહાર લગાી લાંબી લાઈનો, સુરતમાં અંદાજિત ₹100 કરોડ કરતા વધુનું થાય છે વેચાણ

સુરત: અસત્ય પર સત્યનો વિજય એટલે દશેરા. દેશભરમાં દશેરાની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ દિવસે સુરત સહિત ગુજરાતમાં લોકો ફાફડા અને જલેબી આરોગતા હોય છે. જોકે વહેલી સવારથી ફરસાણની દુકાન ઉપર લાંબી લાઈનો જોવા મળી હતી. ખાસ કરીને કોરોનાકાળના બે વર્ષે બાદ દશેરાની ઉજવણીમાં ઉત્સાહ સાથે મોંઘવારીનો માર પણ જોવા મળી રહ્યો છે.

દશેરાના દિવસે ગુજરાતમાં ફાફડા જલેબી આરોગાતી હોય છે. આજે દશેરાના દિવસે સુરતની વાત કરવામાં આવે તો, વહેલી સવારથી જ દુકાનો પર ફાફડા અને જલેબી લેવા માટે લોકોની લાંબી લાઇનો જોવા મળી હતી. કોરોનાકાળના બે વર્ષ બાદ દશેરાની ઉજવણીને લઈને ફરસાણની દુકાનો બહાર લાઇનો અને ભારે ભીડ જોવા મળી હતી.

ગત વર્ષની વાત કરવામાં આવે તો, 440 કિલોના ફાફડા વર્ષે 480 એટલે કે 40 રૂપિયાનો ફાફડામાં વધારો જોવા મળ્યો છે. જ્યારે 440ની જલેબીમાં પણ 60 રૂપિયાનો વધારો થતાં જલેબીનો ભાવ 500 રૂપિયાએ પહોંચ્યો છે. દશેરો હોય અને ફાફડા-જલેબી ન ખાધી હોય તેવું ભાગ્યે જ બનતું હોય છે. જેને લઈને વેપારીઓ પણ આગોતરું આયોજન કરતાં હોય છે. તે પ્રમાણે ફાફડા જલેબી તૈયાર કરતાં હોય છે. દશેરાને લઇને લોકો એડનાન્સમાં ઓર્ડર લખાવતાં હોય છે.

આ પણ વાંચો: અમદાવાદ: જાહેર રોડ પર ડ્રગ્સ વેચતો યુવક ઝડપાયો, મુંબઇ નેટવર્કનો પર્દાફાશ

સુરતમાં તમામ ફરસાણની દુકાનો આજે વહેલી સવારે ખુલી હતી, જ્યારે ફાફડા અને જલેબી બનાવવાની કામગીરી બે દિવસ અગાઉથી જ શરૂ કરી દેવામાં આવી હતી. જેથી ગ્રાહકોએ આપેલા ઓર્ડરને પહોંચી શકાય. ભલે મોંધવારીને લીધે ફાફડા જલેબીના ભાવમાં વધારો થયો હોય, પણ લોકો તેટલા જ ઉત્સાહ સાથે ફાફડા જલેબી આરોગી રહ્યા છે. આજે સવારે 4 વાગ્યેથી જ દુકાનો પર લાંબી લાઈનો જોવા મળી હતી. સુરતની વાત કરવામાં આવે તો, આજના દિવસે અંદાજિત ₹100 કરોડ કરતા વધારેના ફાફડા જલેબી વેચાણ થતું હોય છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Dussehra 2022, Gujarat News, Surat news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन