સુરતઃ અત્યારે ઓનલાઈન ફ્રોડ (Online Fraud) થવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઓનલાઈન ટ્રાન્જેક્શનના ચક્કરમાં ગઠીયાઓ લોકોના પૈસા સેરવી લેવાની અનેક ઘટનાઓ બનતી રહે છે. આવી જ એક ઘટના સુરતના લિંબાયતમાં બની છે. લિંબાયત વિસ્તારમાં રહેતા એક યુવકને UPIમાં ફસાયેલા પોતાના પૈસા રીફંડ લેવાનું રૂ.50,678માં પડ્યુ છે. ઠગબાજાએ યુપીઆઇ આઇડીના (UPI ID) માધ્યમથી તમામ વિગતો મેળવી યુવકના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરી લીધા હતા.
લિંબાયત ગોડાદરા મહારાણા પ્રતાપ ચોક સ્થિત ધ્રુવ પાર્ક સોસાયટીમાં રહેતા પીંકલભાઇ ભોલાભાઇ ઠાકોર નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પીંકલભાઇનું એકાઉન્ટ એચ.ડી.એફ.સી. બેîક અને તેમની પત્નીનું ખાતુ એસ.બી.આઇ. બેન્કમાં આવેલુ છે.
તા. 2-5-2020ના રોજ પીંકલભાઇએ પોતાની એક પાર્ટીને રૂ.15,300 આપવાના હતા. જેથી પીંકલભાઇએ યુપીઆઇના માધ્યમથી એચ.ડી.એફ.સી. બેંકના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કર્યા હતા.
પરંતુ કોઇ કારણોસર તેમના પૈસા ફસાઇ ગયા હતા. સામેવાળી પાર્ટીને પૈસા ન મળતા પીંકલભાઇએ એચ.ડી.એફ.સી. બેન્કનો સંપર્ક કર્યો હતો. બેન્કે યુપીઆઇ માધ્યમથી પૈસા મોકલ્યા હોવાથી કસ્ટમર કેરમાં ફોન કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ પીંકલભાઇએ યુપીઆઇ કસ્ટમર કેરમાં ફોન કરતા તેઓએ ચાર કલાકમાં તમારો પ્રોબ્લેમ સોલ્વ થઇ જશે.
બીજી બાજુ પાર્ટીને પૈસા મળી ગયા હોવા છતાં પીંકલભાઇને જાણ કરી ન હતી. બીજી બાજુ પીંકલભાઇ પૈસા કંઇ રીતે પરત આવે તે માટે ઘડમથલ કર્યા કરતા હતા. તે દરમ્યાન યુપીઆઇ કસ્ટમર કેરના નામથી તેમના પર ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ ઓફીસર તરીકે આપી તેમના અને તેમની પત્નીના બેંન્ક ખાતાની વિગતો મેળવી હતી.
" isDesktop="true" id="1024372" >
ત્યારબાદ ફોન પે નામની એપ્લીકેશનના માધ્યમથી પીન નંબર મેળવી પત્નીના ખાતામાંથી ઠગબાજાએ વારાફરતી રૂ.૫૦,૬૭૮ ટ્રાન્સફર કરી લીધા હતા. આ અંગેનો મેસેજ આવતા પીંકલભાઇના હોશ ઉડી ગયા હતા. પોતાની સાથે વિશ્વાસઘાત થયા હોવાનંïુ ભાન થતાં લિંબાયત પોલીસ મથકમાં ફરીયાદ નોîધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.