Home /News /surat /સુરતમાં પતિ-પત્ની ઘરમાં જ રમી રહ્યા હતા ગરબા, પતિનું અચાનક થયું મોત

સુરતમાં પતિ-પત્ની ઘરમાં જ રમી રહ્યા હતા ગરબા, પતિનું અચાનક થયું મોત

પ્રતિકાત્મક તસવીર

Surat Navratri: પોતાના ફ્લેટના હોલમાં મોબાઈલ પર ગીત વગાડીને ગરબે રમી રહ્યો હતો. પોતાની પત્ની સાથે ગરબે રમતો પતિ અચાનક જ બેભાન થઈ ગયો. જેથી બેભાન રત્નકલાકાર થોડી જ વારમાં વારમાં મોતને ભેટી ગયો. અચાનક હસતા પરિવાર પર આભ તૂટી પડતા પરિવાર ભાંગી પડ્યો.

વધુ જુઓ ...
  સુરત: સુરતમાં આવેલા લિંબાયત વિસ્તારમાં રહેતો એક પરિવાર પોતાના ફ્લેટના હોલમાં મોબાઈલ પર ગીત વગાડીને ગરબા રમી રહ્યો હતો. આ દરમિયાન સુરતમાં હિરા ઘસતો રત્નકલાકાર બેભાન થઈ ગયો હતો. પોતાની પત્ની સાથે ગરબે રમતા રમતા પતિ અચાનક જ બેભાન થઈ ગયો હતો. અચાનક થયોલો બેભાન રત્નકલાકાર થોડી જ વારમાં મારમાં મોટને ભેટી ગયો હતો.

  દિપક અને તેની પત્ની સુરતમાં આવેલા વેકિકા ફ્લેટમાં રહે છે, જ્યારે નવરાત્રી હોવાથી બહાર ન જઈ શકતા ફ્લેટના હોલમાં જ મોબાઈલ પર ગરબાના ગીતો વગાડી ગરબે રમી રહ્યો હતો. ગરબા રમતા પોતાને થાક લાગતા પત્ની વેદીકા બાજુમાં બેસી ગઈ હતી. પરંતુ દીપકે ગરબા રમવાનું ચાલુ રખ્યું હતું. આ દરમિયાન દશેક વાગ્યાના અરસામાં તેમને ચક્કર આવવા લાગ્યા અચાનક બેભાન થઈ ગયો હતો.

  આ પણ વાંચો: જાનૈયા ભરેલી બસ બેકાબૂ થતાં ખીણમાં ખાબકી, 25 લોકોના મોત

  દીપકને ચક્કર આવતા અચાનક હસતા પરિવાર પર આભ તૂટી પડતા પરિવાર ભાંગી પડ્યો હતો. મૂળ મહારાષ્ટ્ર, માલેગાવનો રહેવાસી દીપક માધવ પાટીલ તેની પત્ની વેદીકા ઉર્ફે સાક્ષી સાથે સુરતમાં હિરાના કામ માટે રહેવા આવ્યો હતો અને સુરતમાં સ્થાયી થઈ ગયો હતો. દીપક તેના મિત્ર ચેતનના પરિવાર સાથે બહાર રમવા જવાના હતો પરંતુ ચેતનને ત્યાં મહેમાન આવી જતા પરિવારે ગરબા રમવા જવાનું ટાળી દીધું હતું.

  આ પણ વાંચો: ચૂંટણીમાં મફતની રેવડીઓ પર લગામ લગાવશે ચૂંટણી પંચ

  આ અગાઉ પણ નવરાત્રીમાં ગરબા રમતા રમતા એક યુવકનું મોત થયું હતું. ગુજરાતમાં હાલ નવરાત્રી પુરજોશમાં જામી છે ત્યારે ખેલૈયાઓ મન મુકીને ગરબામાં ઘુમી રહ્યા છે. તો બીજી બાજુ નવરાત્રીમાં ગરબા ગાતા ગાતા બે દિવસમાં બે યુવાનોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યુ હતુ. રાજકોટના વાવડી વિસ્તારમાં કારખાનું ધરાવતા 52 વર્ષના પ્રવીણભાઇ દેથરિયા ગરબા રમી રહ્યા હતા તે દરમિયાન જ અચાનક ઢળી પડતા બાદ તેમનું મોત નીપજ્યુ હતુ. આ સાથે આણંદના તારાપુરની શિવશક્તિ સોસાયટીમાં ગરબા રમોત્સવ ચાલી રહ્યો હતો. તે દરમિયાન વિરેન્દ્રસિંહ રાજપૂત નામના યુવક પણ ગરબા રમી રહ્યો હચો એ દરમિયાન જ અચાનક ઢળી પડતા મોતને ભેટ્યો હતો. અચાનક બનેલા આવા કરૂણ બનાવોને કારણે લોકોમાં ગમગીની છવાઇ ગઇ હતી.
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: ગુજરાત, નવરાત્રી, સુરત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन