Home /News /surat /સુરત: હવે ડ્રગ્સ ઘૂસાડવાનો નવો કીમિયો, મહિલાઓનો કરાઇ રહ્યો છે ઉપયોગ

સુરત: હવે ડ્રગ્સ ઘૂસાડવાનો નવો કીમિયો, મહિલાઓનો કરાઇ રહ્યો છે ઉપયોગ

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બે મહિલા આરોપીઓને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી

Suarat crime: સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બે મહિલા આરોપીઓને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી હતી

સુરત: સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બે મહિલા આરોપીઓને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી હતી. મુંબઇથી સુરત ટ્રેનમાં એમડી ડ્ર્ગ્સ લઇને આવેલી આ બે મહિલાઓને લિનિયર બસ સ્ટેશન પાસે ઝડપી પાડવામાં આવી હતી. મહિલાઓ પાસેથી 20.90 લાખની કિમતનું 209.06 ગ્રામ એમડી ડ્રગ્સ તથા 2 મોબાઇલ ફોન મળી કુલ 21 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

સુરતમાં નશીલા પદાર્થ લાવવા માટે સપ્લાયરો સતત કોઈને કોઈ રીતો અપનાવીને નશીલા પદાર્થ સુરતમાં ઘુસેડતા હોય છે, ત્યારે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે મુંબઈથી આશરે 35થી 40 વર્ષની બે મહીલા ટ્રેનમાં સુરત આવી પ્રતિબંધિત પદાર્થનો જથ્થો લઈ આવી અને તેની ડીલીવરી સુરત ખાતે આપનાર છે, તેવી બાતમી મળી હતી. તેના આધારે પોલીસની જુદી-જુદી ટીમો કામે લાગી હતી. તે દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવીને સુરત લિનિયર બસ સ્ટોપ પાસે જૂની સરદાર માર્કેટ તરફ જતા રિંગરોડ પરથી બે મહીલાઓ હીના શૌકત અલી મુમતાઝઅહેમદ શેખ તથા હમત ઈરફાન અલીમ સૈયદને પકડી પાડી હતી. તેમની અંગઝડતી કરતા મહીલાઓ પાસેથી 20.90 લાખની કિમતનું 209.06 ગ્રામ ગેરકાયદેસર મેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સ તથા 2 મોબાઇલ ફોન મળીને કુલ 21 લાખનો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો.

આ પણ વાંચો: સુરત: સોશિયલ મીડિયા પર પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી

મહત્વનું છે કે, ગુજરાત પોલીસ અને સુરત પોલીસ સતત ડ્રગ્સ માફિયા સામે લાલ આંખ કરી રહી છે, છતાં પણ ગુજરાતને ડ્રગ્સ મક્ત ન થવા દેવા માટે ડ્રગ્સ પેડલરો કોઈને કોઈ રીતે સુરત શહેરની અંદર ડ્રગ્સ લાવી રહ્યા છે. આ બાબતને ગંભીરતાથી લઈ પોલીસ દ્વારા એક પછી એક ડ્રગ્સ સપ્લાયરો સામે કેસો કરવામાં આવી રહ્યા છે અને તેમની કમર તોડવા માટેનો સતત પ્રયાસ કરાઇ રહ્યો છે.

શહેરની અંદર ડ્રગ્સ ઘૂસાડવા માટે હવે ડ્રગ સપ્લાયરો મહિલાઓને ટાર્ગેટ કરી અને તેમનો ઉપયોગ કરી તેમની પાસે સુરત શહેરની અંદર ડ્રગ્સ લાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ સુરત ક્રાઈમ બ્રાન્ચે તેમનો આ કીમિયો પણ નિષ્ફળ કર્યો છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Crime news, Gujarat News, Surat news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन