Home /News /surat /સુરત: તાપી નદી કિનારે આપઘાત કરવા પહોંચેલા વિદ્યાર્થીને ફાયર બ્રિગેડે બચાવ્યો

સુરત: તાપી નદી કિનારે આપઘાત કરવા પહોંચેલા વિદ્યાર્થીને ફાયર બ્રિગેડે બચાવ્યો

આપઘાત કરવા પહોંચેલો કિશોર

Surat latest news: ગુરુવારે સવારે 11 કલાકે વરાછા ફાયર બ્રિગેડને યોગેશ નામના એક નાગરિકે ફોન કરીને એવી માહિતી આપી હતી કે મોટા વરાછાના બ્રિજની પાળી પર એક કિશોર બેઠો છે, તે તાપી નદીમાં કૂદી આપઘાત કરવાનો હોય તેવું લાગી રહ્યું છે.

સુરત: સુરતના મધ્યમાંથી પસાર થતી તાપી નદી સુરતના લોકો માટે જાણે આપઘાત કરવાનું સૌથી સરળ સાધન બનતી જાય છે તેવું લાગી રહ્યું છે. તાપી નદી (Tapi river over bridge)ના બ્રિજ પરથી આપઘાત માટે છલાંગ લગાવવાની અનેક ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આપઘાત કરવા ગયેલા એક યુવકને સુરતના ફાયર વિભાગે (Surat fire brigade) રેસ્ક્યૂ કરીને તેનો જીવ બચાવ્યો છે. સુરતમાં એક વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. મોટા વરાછા વિસ્તારમાં આવેલા ખાડી બ્રીજ પર વિધાર્થી બેઠો હતો અને આપઘાત કરવાનો પ્રયાસ (Suicide attempt) કરી રહ્યો હતો. આ સમયે એક યુવકે ફાયર વિભાગમાં જાણ કરતા ફાયરના અધિકારીઓએ આવીને વિદ્યાર્થીને રેસ્કયૂ (Live rescue) કરી આપઘાત કરતા બચાવ્યો હતો. આ રેસ્ક્યૂ ઓપરેશનનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. રેસ્ક્યૂ બાદ ફાયરનાં જવાનોએ બાળકને પોલીસને સોંપી દીધો હતો.

વધુ વિગત જોઈએ તો ગુરુવારે સવારે 11 કલાકે વરાછા ફાયર બ્રિગેડને યોગેશ નામના એક નાગરિકે ફોન કરીને એવી માહિતી આપી હતી કે મોટા વરાછાના બ્રિજની પાળી પર એક કિશોર બેઠો છે, તે તાપી નદીમાં કૂદી આપઘાત કરવાનો હોય તેવું લાગી રહ્યું છે. આ કોલ મળતા તરત જ વરાછા ફાયરના જવાનો મોટા વરાછા બ્રિજ પર દોડી ગયા હતા. જ્યાં આર્યન યોગેશભાઈ તળાવીયા નામનો 17 વર્ષીય કિશોર પાળી પર બેઠો હતો.



આ કિશોર તાપીમાં કૂદી આપઘાત કરવા જઈ રહ્યો હતો, પરંતુ લાશ્કરોએ તેને સમજાવીને બચાવી લીધો હતો. ફાયર અધિકારી બાલાસરાએ કહ્યું કે, "અમે જ્યારે બ્રિજ પર પહોંચ્યા ત્યારે આર્યન કૂદવાની પોઝિશનમાં બ્રિજની પાળી પર બેઠો હતો. અમે તેને આપઘાત નહીં કરવા સમજાવ્યો. થોડીવારની સમજાવટ બાદ તે ઉપર આવવા તૈયાર થયો ત્યારે અમે તેને ખેંચી લીધો હતો. બચાવી લેવાયા બાદ તે રડી પડ્યો હતો."

આ પણ વાંચો: ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે 18 સિંહ કેમેરામાં કેદ થયા!

મળતી માહિતી પ્રમામે કિશોર મોટા વરાછાના એબીસી સર્કલ પાસે આવેલી સારથી રેસિડેન્સીમાં રહે છે. આર્યન પોતે કેનેડા જવાની તૈયારી કરતો હતો. IIELSની પરીક્ષાની તૈયારી કરતો હતો અને પરીક્ષામાં પાસ થશે કે નહીં તેની ચિંતામાં તણાવમાં આવી ગયો હતો. નિષ્ફળતાના ભયમાં તે આપઘાત કરવા બ્રિજ પર પહોંચી ગયો હતો.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: આત્મહત્યા, ગુનો, છાત્ર, પોલીસ, સુરત