Home /News /surat /સુરતમાં ભૃણ મળવાનો સિલસિલો યથાવત, ગોડાદરા વિસ્તારમાંથી આશરે ત્રણ માસનું ભૃણ મળી આવ્યું

સુરતમાં ભૃણ મળવાનો સિલસિલો યથાવત, ગોડાદરા વિસ્તારમાંથી આશરે ત્રણ માસનું ભૃણ મળી આવ્યું

ત્રણ માસનું ભૃણ મળી આવ્યું

Surat Crime News: સુરત શહેરમાં ભૃણ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ગોડાદરા વિસ્તારમાંથી આશરે ત્રણ માસનું ભ્રુણ મળી આવ્યું હતું. લક્ષ્મીનારાયણ સોસાયટીના ગેટ પાસેથી ત્રણ માસના બાળકનું ભૃણ મળી આવ્યું હતું.

સુરત: સુરતમાં બે દિવસ પહેલા મૃત ભૂર્ણ મળી આવ્યું હતું. આ મામલે પોલીસે તપાસ કરતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં એક યુવક અને યુવતી કેદ થયા છે. જેથી હાલ તો પોલીસે ગુનો નોંધીને આગલની તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં દિવસેને દિવસે ક્રાઈમના કેસોમાં સતત વધારે થઈ રહ્યો છે. સુરત પોલીસ દ્વારા ગુનાહીત પ્રવૃતિઓને રોકવા માટે પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યા છે.

સુરત પોલીસે કાર્યવાહી હાથ ધરી


સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીના ગેટ પાસે એક મૃત હાલતમાં ભૃણ હોવાની માહિતી નાઇટ પેટ્રોલીંગ કરી રહેલા પોલીસ કર્મીને મળી હતી. જેથી બનાવને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને  ભૃણને સારવાર માટે સ્મીમેરના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. જોકે હોસ્પિટલના હાજર તબીબે બાળકને મૃત જાહેર કર્યું હતું. જેથી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: સુરતના વરાછામાં સરેઆમ એકની ચપ્પુના ઘા મારી હત્યા, મરનાર અને મારનાર બંને ધરાવે છે ગુનાહિત ઇતિહાસ

એક યુવક અને યુવતી કેમેરામાં કેદ થઈ ગયા


ઉલ્લેખનીય છે કે, આ મામલે પોલીસે ગંભીરતા દાખવીને નજીકમાં રહેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. તે દરમિયાન કેમેરામાં એક યુવક અને યુવતી કેમેરામાં કેદ થઈ ગયા હતા. યુવકના હાથમાં દવાખાનાની ફાઈલ પણ નજરે પડે છે. હાલ તો ગોડાદરા પોલીસે સીસીટીવી ફૂટેજમાં આધારે ગુનો દાખલ કરીને આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ હાથ ધરી છે. સુરત પોલીસ હવે ગણતરીના કલાકોમાં આરોપીઓને શોધી કાઢતી હોય છે.

આ પણ વાંચો: મોરબી એસઓજીની ટીમે ગેરકાયદેસર ગાંજાનું વેચાણ કરતા બે શખ્સોને પકડી પાડયા, એકની શોધખોળ યથાવત


આરોપીઓને શોધવા પોલીસે તપાસ હાથ ધરી


મહત્વની વાત એ છે કે, નારી તું નારાયણ પરંતુ કેટલી કેટલીક નારીઓ પોતાનું પાપ છુપવવા કે અન્ય કોઈ કારણોસર પેટના બાળકને મોતના મુખમાં ધકેલી દેતી હોય છે. જેથી આ દિશામાં પોલીસે પણ તપાસ હાથ ધરી છે. ફૂટેજમાં આધારે આરોપીઓ સુધી પહોંચવાના ચક્રોગતિમાન કર્યા છે. જોકે સતત આ પ્રકારની ઘટનાઓ સુરતમાં સામે આવી રહી છે ત્યારે વધુ એક ઘટનાને લઈને લોકોમાં રોશ પણ જોવા મળી રહ્યો છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Surat news, Surat police, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો