Home /News /surat /સુરતના સ્લમ વિસ્તારમાંથી દોઠ કિલો ગાંજો ઝડપાયો, પેપરો, સ્ટીક તથા ચીલમો મળી આવી

સુરતના સ્લમ વિસ્તારમાંથી દોઠ કિલો ગાંજો ઝડપાયો, પેપરો, સ્ટીક તથા ચીલમો મળી આવી

કુલ 98 હજારનો  મુદ્દામાલ કબ્જે કરઈને એસ.ઓ.જી પોલીસે એકની ધરપકડ કરી છે.

સુરત એસ.ઓ.જીની ટીમે સચીનના આવાસ તથા સ્લમ વિસ્તારમાં નાર્કોટિક્સનુ રેકટ ચલાવત્તા ઈસમો ગાંજાનો જથ્થો મંગાવી સંતાડી રાખી ચોરી છુપીથી વેચાણ કરવાની પ્રવૃતિ કરનાર આરોપી બૈજનાથ શિવનંદન સિંહના ઘરે દરોડા પાડ્યા હતા.

સુરત: સચીન એલ.આઈ.જી. આવાસના મકાનમાં રેઇડ કરી ગાંજાનુ વેચાણ કરતા રીઢા આરોપીને પ્રતિબંધિત ગાંજોનો જથ્થો વજન ૧.૬૩૨ કિ.ગ્રા. તથા ગાંજો પીવા માટેના રેઝલા પેપરો, સ્ટીકો તથા ચીલમો મળી કુલ 98 હજારનો  મુદ્દામાલ કબ્જે કરઈને એસ.ઓ.જી પોલીસે એકની ધરપકડ કરી છે. સુરતમાં ચાલતા ગાંજાના નેટવર્કનો પડદો પાસ કર્યો છે.

ગુજરાતમાં યુવાનોને રવાડે ચઠાવવા માટેનો કારોબાર કરતા લોકો પોલીસના દબાણ વચ્ચે સતત નશાના પદાર્થો લાવીને ગુજરાતના સુરતમાં વેચાણ કરતા હોય છે. ત્યારે આવા લોકો ઉપર સુરત પોલીસે તવાઈ બોલાવી છે. સુરત શહેરમાં અન્ય રાજયોમાંથી ચોરી છુપીથી નાર્કોટીક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃતી કરતા ઈસમો ઉપર વોચ રાખી નાર્કોટીકસની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો ઉપર સકંજો કસી આ નેટવર્કને પર્દાફાશ કરી રહી છે.

આ પણ વાંચો:  અમદાવાદમાં 73.33 કરોડના ખર્ચે બનેલા ઓવરબ્રિજનું લોકાર્પણ

ત્યારે સુરત એસ.ઓ.જીની ટીમે સચીનના આવાસ તથા સ્લમ વિસ્તારમાં નાર્કોટિક્સનુ રેકટ ચલાવત્તા ઈસમો ગાંજાનો જથ્થો મંગાવી સંતાડી રાખી ચોરી છુપીથી વેચાણ કરવાની પ્રવૃતિ કરનાર આરોપી બૈજનાથ શિવનંદન સિંહના ઘરે દરોડા પાડતા દોઠ કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે પેપરો, સ્ટીક તથા ચીલમો પણ મળી આવી હતી. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરીને કુલ 98 હજારનો મુદામાલ કબજે કરીને હાલની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : નવરાત્રીના પ્રથમ દિવસે જ સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ ભરાયો

પૂછપરછ કરતા આ ઈસમ નશાનો કારોબાર કેવી રીતે ચલાવતો હતો અને નશાના પદાર્થો ક્યાંથી લાવી સુરતમાં ક્યાં ક્યાં તેનું વેચાણ કરતો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. આ સાથે સાથે આ વ્યક્તિ કેટલા સમયથી આ કારોબાર કેવી રીતે કરતો હતો કોની મદદથી કરતો હતો અને નશાનો જથ્થો ક્યાંથી લાવતો હતો તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. ત્યારે પકડાયેલા ઈસમને લઈ નશાના કારોબારનું વધુ એક રેકેટનો પર્દાફાશ પોલીસે કર્યો છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, ડ્રગ્સ, સુરત

विज्ञापन
विज्ञापन