Mehali tailor,surat: જેમ સુરતનો લોચો ઊંધિયું અને પોક આખા દેશમાં જાણીતા છે .એવી જ રીતે સુરતની એક બીજી વિશેષ ઓળખ પણ છે.એ છે સુરતી માંજો ઉતરાયણ એ સુરતીઓનો ખાસ તહેવાર હોય છે.જ્યાં પતંગ રશિયાઓ સવારથી પતંગઅને સુરતી માંજો લઈ ધાબે ચડી જતા હોય છે. આ સુરતી માંજો ગુજરાત નહીં પરંતુ મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં પણ વેચાણ માટે જાય છે.
દિવાળી બાદ ઉતરાયણ માટેની તૈયારી સુરત શહેરમાં શરૂ થઈ ગઈ છે.ત્યારે આ વખતે પતંગથી લઇ દોરી અને દરેક વસ્તુના ભાવમાં 30 થી 35 ટકા વધારો જોવા મળ્યો છે.જેને લઇ હવે માંજો ઘસાવાનો પણ આ વર્ષે પતંગ રસિયાઓને મોંઘું પડશે.કેટલાક લોકો માંજો ઘસેલ તૈયાર ફીરકી ખરીદે છે.તો કેટલાક લોકો કાચો દોરો લઈ તેને ઘસાવી માંજો તૈયાર કરાવે છે.
કાચ અને ફેવિકોલના મિશ્રણ દ્વારા સુરતી માંજો તૈયાર કરવામાં આવે છે. ક્યારેક કેટલાક માંજો ઘસતી વખતે તેમાં ઈંડાનો ઉપયોગ પણ કરે છે.આ માંજો દેશ અને વિદેશમાં પણ વખણાય છે.આ સિવાય સુરતમાં એક વિશેષ માંજો તૈયાર કરવામાં આવે છે એ છે લુગદી માંજો.આ તૈયાર કરવામાં આવતા માંજાની દોરીને લુગડીમાંથી પસાર કરી ચૂકવવામાં આવે છે.જે બાદ તેને ફીરકીમાં લપેટવામાં આવે છે. લુગડી માંજો કેમિકલ વિનાનો બનતો હોવાથી તેની માંગ વધુ જોવા મળે છે.
ઉતરાયણને હવે થોડા જ દિવસ બાકી રહ્યા છે.જેથી સુરતમાં માંજો બનાવવાની તૈયારી પુલ જોશમાં કરી દેવામાં આવી છે. આ માંજો તૈયાર કરતા કારીગરોઓ પણ ગુજરાતની બહારથી આવે છે અને દિવાળી બાદ આ કામ શરૂ કરી દેવામાં આવે છે. માંજો ગુલાબી,પીળો,પર્પલ કલર એમ અલગ અલગ કલરોમાં તૈયાર કરવામાં આવી છે.આ સિવાય કલર કેમિકલ વગર સફેદ માંજો પણ તૈયાર કરવામાં આવી છે.
આ માંજાનું વેચાણ મહારાષ્ટ્રમાં વધુ થાય છે. ત્યારે મહારાષ્ટ્રના વેપારીઓ પણ સુરતમાં તેની ખરીદી માટે આવવા લાગ્યા છે. આ વર્ષે કોરોનાની કોઈપણ ગાઈડલાઈન વગર લોકો તહેવારની ઉજવણી કરી શકશે. જેથી ગયા વર્ષ કરતા આ વર્ષે પતંગ અને માંજાનું વેચાણ વધુ થશે એવી આશા વ્યાપારીઓ જેવી રહ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર