Home /News /surat /Surat: રસ્તા પર કરી પ્રેક્ટિસ, શાકભાજી વેચનારના પુત્રએ પાસ કરી આર્મીની પરીક્ષા

Surat: રસ્તા પર કરી પ્રેક્ટિસ, શાકભાજી વેચનારના પુત્રએ પાસ કરી આર્મીની પરીક્ષા

X
શાકભાજી

શાકભાજી વેંચતા પિતાનું સપનું પુત્રએ પુરુ કર્યું

ઘરમાં આર્થિક પરિસ્થિતિ નબળી રહેવાને કારણે કોઈ પણ કોચિંગ ક્લાસ લીધા વગર જાત મહેનતે આ પરીક્ષા પાસ કરી. પિતાને અને સુરતનું ગૌરવ બન્યો આ દીકરો

  • Hyperlocal
  • Last Updated :
  • Surat, India
    Mehali tailor, surat: એક વ્યક્તિએ સપનું જોયું પોલીસમાં ભરતી થવાનું અને કોન્સ્ટેબલ બનવાનું જેના માટે ઘણી મહેનત કરી પરંતુ કોઈક કારણસર તે સ્વપ્ન પૂરું થયું. અને ત્યારબાદ પરિવારને ચલાવવા માટે શાકભાજીની લારી ખોલી ગુજરાત કરી રહ્યા હતા ત્રણ બાળકો સાથે વ્યક્તિએ પોતાના જીવનનો ગુજરાન ચલાવ્યું. પરંતુ તેનું સપનું પૂર્ણ થયું તો શું થયું? તેના દીકરાએ આર્મીમાં પરીક્ષા પાસ કરી અને ભરતી મેળવી આજે તે દેશની સેવા માટે જશે

    પિતાનું અધૂરું રહી ગયેલ સ્વપ્ન દીકરાએ પૂર્ણ કર્યું


    પિતાનું અધૂર રહી ગયેલું સ્વપ્ન દીકરાએ પોતાનું માની તેને પૂર્ણ કરવામાં અર્થાત મહેનત કરી. કોઈપણ જાતની સુવિધા વગર અને અનેક મુશ્કેલીઓને પાર કરી આજે દીકરાએ તેના પિતાને એક ઘણો મોટો ગર્વ રૂપી તાજ તેમના માથે સુશોભિત કર્યો છે.



    કોઈ પણ સુવિધા હતી છતાં પણ પરીક્ષા પાસ કરી


    જો મનમાં કોઈ વસ્તુ કરવા માટે મન મક્કમ કરીએ તો હજારો મુશ્કેલીઓ આવે પરંતુ તે એક સામાન્ય પીછું બની ઉડી જતી હોય છે. અને વાત સુરતના નવાગામ ડીંડોલીના શાકભાજી વેચનારા દીકરાએ સાબિત કરી બતાવી છે સુરતના યુવાન આર્મીમાં સ્ટાફ સિલેક્શન કમિશનમાં પસંદગી પામ્યો છે. પસંદગી પામનાર અજય યાદવએ પોતાની તનતોડ મહેનતથી સાબિત કરી બતાવ્યું છે કે સ્વપ્ન પૂરા કરવા માટે ક્યારેય પણ સુવિધાની જરૂર હોતી નથી દરેક પરિસ્થિતિને સુવિધા બનાવવી જોઈએ.



    આર્મીમાં પસંદગી પામવા માટે તેમણે શારીરિક પરીક્ષા કે લેખિત પરીક્ષા માટે કોઈપણ એક્સ્ટ્રા ટ્યુશન કે જીમની જરૂર પડી નહીં. યુવાને કોઈ ખાસ પ્લેગ્રાઉન્ડ નહીં પણ જરૂર પડી નહીં અને માત્ર શહેરના રસ્તા ઉપર પ્રેક્ટિસ કરી અને એસએમસીની લાઇબ્રેરી નો ઉપયોગ કરી પરીક્ષા પાસ કરી છે અને દેશની સેવામાં પોતાનો ભાગ ભજવશે

    First published:

    Tags: Local 18, આર્મી, સુરત

    विज्ञापन
    विज्ञापन