Surat Marijuana seized: નશાનો વેપાર કરતા ઈસમો વસ્તુઓને અલગ પ્રકારના કીમિયાથી સુરતમાં મોકલવાની શરૂઆત કરી છે. સુરતમાં પોલીસની ભીંસ વધતાના સોદાગરોએ નવી રણનીતિ અપનાવી છે.
સુરત: ગુજરાત સહિત સુરતમાં નશાનો કારોબાર (Surat drugs nexus) કરતા લોકો પર પોલીસે તવાઈ બોલાવવાની શરૂઆત કરી છે. પોલીસની ભીંસ વધી છે ત્યારે નશાના સોદાગરો નશીલા પદાર્થો ઘૂસાડવા માટે અનવનાં કીમિયા અજમાવતા હોય છે. આ જ કડીમાં ઓરિસ્સાથી સુરતમાં ગાંજાની ડિલિવરી કરવા માટે આવેલા ત્રણ લોકોને પલીસ ઝડપી પાડ્યા છે. ગાંજો મોકલનાર વ્યક્તિએ ત્રણેય યુવકોને ટિકિટ આપીને કહ્યું હતું કે, સુરતના બદલે ઉધના રેલવે સ્ટેશન (Udhna railway station) ખાતે નીચે ઉતરી જાય.
સુરતમાં જે રીતે નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું હતું તેના પર ગુજરાત પોલીસ (Gujarat police) સાથે સુરત પોલીસે તવાઈ બોલાવી છે. પોલીસની કડક કાર્યવાહીને પગલે નશાનો કારોબાર કરનારા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ જ વાતને ધ્યાનમાં રાખીને હવે નશાનો વેપાર કરતા ઈસમો વસ્તુઓને અલગ પ્રકારના કીમિયાથી સુરતમાં મોકલવાની શરૂઆત કરી છે. સુરતમાં પોલીસની ભીંસ વધતાના સોદાગરોએ નવી રણનીતિ અપનાવી છે.
ત્રણ યુવકની ધરપકડ
તાજેતરમાં સુરત પોલીસને બાતમી મળી હતી કે નશાનો કારોબાર કરતો ઓરિસ્સાનો એક વેપારીએ ગાંજાના મોટા જથ્થા સાથે ત્રણ જેટલા યુવકોને ટિકિટ આપી છે. ત્રણેય યુવકો ગાંજાની ડિલિવરી કરવા માટે આવ્યા હતા. વેપારીએ તેમને સૂચના આપી હતી કે તેઓ સુરત રેલવે સ્ટેશનની જગ્યાએ તેની પહેલા આવતા ઉધના રેલવે સ્ટેશન પર ઉતરી જાય.
ઝડપાયેલા યુવકો ઓરિસ્સાના નિવાસી
બાતમીના આધારે પોલીસે ઉધના રેલવે સ્ટેશનના ગેટની બહાર રિક્ષા સ્ટેન્ડ પાસેથી ત્રણ ટ્રાવેલિંગ ટ્રોલી સાથે આવેલા સુશાંત ઉર્ફે બાદલ સુરેન્દ્ર મુડુલી (ઉ.વ.18), નારાયણ ધ્વીતી શાહુ (ઉ.વ. 25), રાહુલકુમાર રમેશચંદ્ર શાહુ (ઉ.વ.21)ની અટકાયત કરી હતી. પોલીસે તેમના સામાનની જડતી લેતા તેમાંથી રૂ.3,00,350ની મત્તાનો 30 કિલો 35 ગ્રામ ગાંજો મળ્યો હતો. ત્રણેય ઓરિસ્સાના રહેવાશી છે. એસઓજીએ તેમની પાસેથી રોકડા રૂ. 3,130, રૂ. 20,500ની મત્તાના ત્રણ મોબાઈલ ફોન, રાજગંગપુરથી સુરતની ત્રણ રેલવે ટિકિટ વગેરે મળી કુલ રૂ.3,23,980નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેમના મિત્ર બ્રહ્મપુરના બિચુ ઉર્ફે અમર મુનીએ સુરતમાં સરળતાથી ગાંજો ઘુસાડવાનું શક્ય ન હોય તેમનેરૂ.5 હજાર આપવાની વાત કરી હતી અને સુરતની ટિકિટ કરાવી મુસાફરના સ્વાંગમાં સુરત ગાંજાની ડિલિવરી માટે મોકલ્યા હતા. ગાંજો સુરતના ઉધના સ્ટેશને ઉતારી પાંડેસરા હાઉસિંગમાં રહેતા પ્રશાંતને આપવાનો હતો. પોલીસની ભીંસને લીધે મિત્ર બિચુ ઉર્ફે અમર મુનીએ તેમને સ્પષ્ટ સૂચના આપી હતી કે ટિકિટ ભલે સુરતની છે પરંતુ તમામ ઉધના સ્ટેશને જ ઉતરી જજો. એસઓજીએ આ અંગે ઉધના પોલીસ મથકમાં ગુનો નોંધાવી બિચુ ઉર્ફે અમર મુની અને પ્રશાંતને વોન્ટેડ જાહેર કર્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર