Home /News /surat /લૉકડાઉનમાં સુરતથી ઝારખંડ બસ લઇ જવા બોગસ પરમિશન લેટર બનાવનાર સોફ્ટવેર એન્જિનિયરની ધરપકડ

લૉકડાઉનમાં સુરતથી ઝારખંડ બસ લઇ જવા બોગસ પરમિશન લેટર બનાવનાર સોફ્ટવેર એન્જિનિયરની ધરપકડ

આરોપીની ફાઇલ તસવીર

માત્ર રૂા. 500માં બોગસ પરમીશન લેટર બનાવનાર સોફટવેર એન્જિનીયરની ઉમરા પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

સુરતમાં (Surat) લૉક્ડાઉન (lockdown) સમયે  વતન જવા ઇચ્છતા પરપ્રાંતિય શ્રમિકોને ડિજીટલ ગુજરાત પોર્ટલ પરથી આપવામાં આવેલા પરમીશન લેટરમાં ચેડા કરી ઝારખંડના ગરીડીહ અને દેઓધર જિલ્લા ખાતે લક્ઝરી બસ લઇ જવા માત્ર રૂા. 500માં બોગસ પરમીશન લેટર બનાવનાર સોફટવેર એન્જિનીયરની ઉમરા પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

કોરોના વાયરસની મહામારી સમયે રોજગારી અર્થે સુરત આવેલા પરપ્રાંતિય શ્રમિકોને લૉક્ડાઉન થઇ જતા બેકાર બન્યા હતા. ત્યારે પોતાના વતન  જવા માંગતા હતા ત્યારે તંત્ર દ્વારા જવા માટે કાયદાકીય જોગવાઇ મુજબ ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન અરજીના આધારે જિલ્લા ક્લેકટર દ્વારા પરમીશન આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, આ સમયે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર આપવામાં આવતી પરમિશનના લેટરમાં છેડછાડ કરી 3 બસમાં શ્રમિકોને વતન મોકલવાની ઘટના સામે આવી હતી.

તે સમયે સરકાર દ્વારા આ મામલે ઉમરા પોલીસમાં એક ફરિયાદ કરવામાં આવી હતી. જેથી આ અંગે તપાસ શરુ કરવામાં આવી હતી. ત્યારે પોલીસને વિગત મળી હતી કે, સુરત જિલ્લા ક્લેકટરમાં રવિકુમાર નામે 54 શ્રમિકોને બસ નં. જીજે-14 એક્સ-6195 ઉધનાથી ઝારખંડના ગરીડીહ જિલ્લામાં જવા માટે એપ્લીકેશન આઇડી ક્રમાંક 200001157846 અને મિલાપસિંહ ચૌધરીના નામે 36 મુસાફરોને બસ નં. આરજે-4 ઝેડ-4000 માં અને બસ નં. જીજે-4 પીએ-4000 માં 36 શ્રમિકોને ઝારખંડના દેઓધર જિલ્લામાં લઇ જવા એપ્લીકેશન આઇડી ક્રમાંક 20087001578853 રજૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો - અમદાવાદનો વિચિત્ર કિસ્સો : ઇદ માટે યુવકે પાડો ખરીદ્યો, ગુમ થતા શોધવા નીકળ્યો તો લોકોએ કસાઇ સમજીને માર્યો માર

ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઉપરોક્ત નામે અરજી કર્યા વિના જ ક્લકેટર કચેરી ખાતે પરમીશન રજૂ કરવામાં આવી હોવાની ગંભીર બાબત ક્લેકટર કચેરીને ધ્યાને આવ્યું હતું. જેથી આ અંગે તપાસ કરતા તા. 8 મે ના રોજ પોર્ટલમાંથી જે પરમીશન લેટર આપવામાં આવ્યો હતો તે એપ્લીકેશન આઇડી ક્રમાંકમાં છેડછાડ કરી રવિકુમાર અને મિલાપસિંહના નામે બોગસ પરમીશન લેટર ઇસ્યુ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું.

આ પણ જુઓ - 
" isDesktop="true" id="1003825" >

આ અંગે જે તે વખતે ઉધના મામલતદાર યોગેશ જી. મહેતાએ ઉમરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે  વરાછાના સોફટવેર એન્જિનીયર તુષાર મનસુખ સાંગાણી ની ધરપકડ કરી છે. તુષારની પૂછપરછમાં લક્ઝરી બસના માલિકના કહેવાથી માત્ર રૂા. 500માં બોગસ પરમીશન લેટર બનાવી આપ્યાની કબૂલાત કરી હતી. જોકે, પોલીસે આ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો - કૃષિ ક્ષેત્રે સ્ટાર્ટઅપ કરવાની ઇચ્છા છે? તો એહીંથી મેળવી શકશો 25 લાખ સુધીની સહાય
First published:

Tags: Lockdown, Migrants, ગુજરાત, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો