Home /News /surat /સુરત: રક્ષાબંધન પહેલા જે મીઠાઈના સેમ્પલ લેવામાં આવ્યા હતા તે હવે ફેલ આવ્યા!

સુરત: રક્ષાબંધન પહેલા જે મીઠાઈના સેમ્પલ લેવામાં આવ્યા હતા તે હવે ફેલ આવ્યા!

તંત્રએ રક્ષાબંધન પહેલા સેમ્પલ લીધા હતા.

Surat news: રક્ષાબંધન (Raksha Bandhan) તહેવાર જતો રહ્યો અને લોકોએ મજા લઈને મીઠાઈઓ આરોગી લીધા બાદ કોર્પોરેશનના સેમ્પલનું પરિણામ સામે આવતા આરોગ્ય વિભાગ (Health department)ની કામગીરી પર સવાલો ઊભા થવા પામ્યા છે.

સુરત: સુરત મહાનગરપાલિકા (Surat municipal corporation)નું બેજવાબદારી ભર્યું કામ સામે આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના તહેવાર (Raksha Bandhan festival) પહેલા તંત્ર તરફથી તહેવારોમાં બનતી મીઠાઈ અને માવાના સેમ્પલો લેવામાં આવ્યા હતા. હવે રક્ષાબંધનનો તહેવાર વીતી ગયા બાદ આવા સેમ્પલો નિષ્ફળ હોવાનું સામે આવ્યું છે. તહેવાર જતો રહ્યો અને લોકોએ મજા લઈને મીઠાઈઓ આરોગી લીધા બાદ કોર્પોરેશનના સેમ્પલનું પરિણામ સામે આવતા આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલો ઊભા થવા પામ્યા છે.

સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર (SMC health department) લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતું હોય છે. જેના પગલે આ વખતે રક્ષાબંધનના તહેવારના પાંચ દિવસ પહેલા મીઠાઈ અને માવાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે બાદમાં આ સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા. જોકે, રક્ષાબંધનનો તહેવાર ઉજવાય ગયો ત્યાં સુધી લેબમાંથી સેમ્પલનું રિઝલ્ટ આવ્યું ન હતું. હવે જ્યારે રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થઈ ગયો છે ત્યારે આ સેમ્પલ ટેસ્ટિંગમાં ફેલ રહ્યાનો રિપોર્ટ આવ્યો છે. એટલે કે લોકો મીઠાઈ આરોગી ગયા બાદ રિપોર્ટ આવ્યો છે કે આ મીઠાઈ ખાવાલાયક ન હતી!

આ પણ વાંચો: રાજકોટ: બે યુવતી અને બે યુવક વચ્ચે જાહેરમાં જ મારામારી, જુઓ Live Video

મીઠાઈ અને માવાના રિપોર્ટ નેગેટિવ આવતા હવે આરોગ્ય વિભાગે દુકાન માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સામાન્ય રીતે આરોગ્ય સાથે ચેડા કરતા દુકાનદારો સામે પગલાં લેવા માટે સેમ્પલ લેવામાં આવતા હોય છે, જે બાદમાં જો સેમ્પલ ફેલ રહે તો મીઠાઈને નાશ કરવામાં આવતો હોય છે. પરંતુ આ કેસમાં તો અખાદ્ય માવામાંથી બનેલી મીઠાઈ આરોગી ગયા બાદ સેમ્પલનો રિપોર્ટ આવ્યો છે.
" isDesktop="true" id="1127864" >


તહેવાર પૂર્ણ થયા બાદ મીઠાઈ અને માવાના સેમ્પલના રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય તેમ સેમ્પલ ફેલ રહ્યા હોય તેવા લોકો સામે હવે કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં મોટાભાગની મીઠાઈની દુકાનોમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી અમુક દુકાનોના સેમ્પલ કસોટીમાં ખરા ઉતર્યાં ન હતા. એટલે કે તેની મીઠાઈ આરોગી શકાય તેવી ન હતી. જે દુકાનોનો સેમ્પલ ફેલ રહ્યા છે તેમાં અલથાણની ઠાકુરજી સ્વીટ એન્ડ નમકીન, વરાછા મિનિ બજાર સૂર્યકિરણ કોમ્પ્લેક્સની શ્રી રામેશ્વર ડેરી ફાર્મ એન્ડ સ્વીટ માર્ટ, પાંડેસરાની આવિર્ભાવ સોસા.ના શ્રી અંબીકા માવાવાલાના સેમ્પલ ટેસ્ટમાં ફેલ રહ્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Raksha bandhan, SMC, Sweet, સુરત