Home /News /surat /Stem Cell Donation: સુરતના યુવાને કરેલા સ્ટેમસેલ ડોનેશનને કારણે પંજાબના 6 વર્ષના બાળકને જીવનદાન મળ્યું

Stem Cell Donation: સુરતના યુવાને કરેલા સ્ટેમસેલ ડોનેશનને કારણે પંજાબના 6 વર્ષના બાળકને જીવનદાન મળ્યું

સુરતના યુવાને કરેલા સ્ટેમસેલ ડોનેશનને કારણે પંજાબના 6 વર્ષના બાળકને જીવનદાન

એક સમયે અનેક રિસ્ટ્રિક્શન સાથે જીવનાર બાળક હવે દિલ ખોલીને જીવી રહ્યો છે.બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની આધુનિક સારવાર દર્દીની કેન્સર સંબંધીત અનેક દુ:ખદ સમસ્યાઓમાં કારગત નીવડી શકે છેલાળનું સેમ્પલ આપીને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું

    Surat: અંગદાન, રકતદાન, ચક્ષુદાન જેટલું જ મહત્વ સ્ટેમ સેલના દાનનું છે અને તેના દાનથી લોકોને નવજીવન મળી શકે છે . આવો જ કિસ્સો સુરતના ડોનર અને પંજાબના બાળદર્દી સાથે બન્યો છે. સુરતના યુવા મીત હીરપરા એ પંજાબના થેલેસેમિયા મેજર બાળકને કરેલા સ્ટેમસેલના ડોનેશનને કારણે આજે તે બાળક સંપૂર્ણ સ્વસ્થ છે અને તેનું જીવન જીવી રહ્યો છે.

    બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની આધુનિક સારવાર દર્દીની કેન્સર સંબંધીત અનેક દુ:ખદ સમસ્યાઓમાં કારગત નીવડી શકે છે. થેલેસેમિયા, પેરાલિસિસ, સિકલ સેલ, કેન્સર જેવા ઘણા રોગો છે જેમાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ એટલે કે સ્ટેમ સેલ થેરાપીની મદદથી દર્દી રોગ સામે વિજય મેળવી શકે છે. જેથી સ્ટેમ સેલ અંગે લોકોમાં જાગૃતતા આવે તે માટે દાત્રી સંસ્થા કાર્યરત છે. જેના થકી જરૂરીયાતમંદ દર્દીને ડોનર મળે છે. સુરતમાં પણ અનેક લોકો એ આ સંસ્થામાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી મીત હીરપરાનામના ૨૫ વર્ષીય યુવાને પંજાબના છ વર્ષના થેલેસેમિયા મેજર બાળદર્દી કિયાનને (નામ બદલ્યું છે) સ્ટેમ સેલનું દાન કરીને તેને જીવનદાન આપ્યું છે. એક સમયે અનેક રિસ્ટ્રિક્શન સાથે જીવનાર બાળક હવે દિલ ખોલીને જીવી રહ્યો છે.

    અહીં ક્લિક કરીને વાંચો,...સુરત: યુવાને બે સંતાનોની માતા સાથે મૈત્રી કરાર બાદ તરછોડી, અનેકવાર બાંધ્યો શારીરિક સંબંધ

    બાળક હવે શાળાએ પણ જાય છે

    ૨૬ વર્ષના મીત હીરપરાએ જણાવ્યું હતું કે, આ બાળકને દર ૨૫ દિવસે લોહી ચઢાવવું પડતું હતું. મારા સ્ટેમ સેલ કોઈકને મદદરૂપ થઈ શક્યા તેનો મને આનંદ છે. તેના પરિવાર સાથે મારી વીડિયો કોલ પર વાત થાય છે અને આજે તે બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે અને એટલું જ નહીં હવે તેનું શાળામાં એડમિશન પણ કરાવાયું છે. જેથી તે હવે અન્ય લોકોની જેમ જ સામાન્ય જિંદગી જીવી શકશે.

    દર્દીનું મેચ HLA મળી જાય તો જ સ્ટેમસેલ થકી દર્દીને બચાવી શકાય છે

    સ્ટેમસેલના દાનમાં આપનારે કંઈ ગુમાવવાનું નથી, પણ મેળવવાનું ઘણું બધું છે. થેલેસેમિયા મેજરના રોગમાં દર્દીના લોહીમા રક્તકણો,ત્રાકકણો અને શ્વેતકણો બનતા બંધ થઈ જાય છે અથવા ઓછી માત્રામાં બનતા હોવાથી દર્દીને બહારથી વારંવાર લોહી ચઢાવવાની જરુર પડે છે . લાંબા ગાળે થેલેસેમિયા મેજર બાળકને બચાવવા મુશ્કેલ હોય છે. જો આ દર્દીનું મેચ HLA મળી જાય તો જ તેમના સ્ટેમસેલ દર્દીને ચડાવવામાં આવે તો બચાવી શકાય છે.



    મીત મૂળ સૌરાષ્ટ્રમાં આવેલા અમરેલી જિલ્લાના શાખપુર ગામનો વતની છે અને હાલ સુરત સ્થાયી થયેલ છે. બીજાના ભલામાં આપણું ભલું\" ની ભાવના સાથે મીતે જય જવાન નાગરિક સમિતિ આયોજિત રક્તદાન કેમ્પમાં બ્લડ ડોનેશન કરવાના સમયે દાત્રી સંસ્થામાં લાળનું સેમ્પલ આપીને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. બાદમાં દાત્રી સંસ્થાના કાર્યકરનો મીત પર કોલ આવ્યો કે તેના સ્ટેમસેલ થેલેસેમિયા મેજર બાળક સાથે મેચ થયા છે અને મિતે ગ્રહણના દિવસે સ્ટેમસેલ દાન કરીને એ બાળકના જીવનનું ગ્રહણ દૂર કર્યું હતું.
    First published:

    Tags: Local 18, સુરત