Home /News /surat /શ્રેય હોસ્પિટલ આગ ઈફેકટ ઃ ફાયર સેફ્ટી ન ધરાવતી ત્રણ ખાનગી હોસ્પિટલો સાથેના MoU રદ

શ્રેય હોસ્પિટલ આગ ઈફેકટ ઃ ફાયર સેફ્ટી ન ધરાવતી ત્રણ ખાનગી હોસ્પિટલો સાથેના MoU રદ

ફાઈલ તસવીર

ડેઝિગ્નેટેડ કરેલ કુલ 42 પૈકી કરાર કરાયેલ 36 હોસ્પિટલોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જે પૈકી 12 હોસ્પિટલોમાં ધાંધિયા મળ્યા હતા.

સુરતઃ અમદાવાદની (Ahmedabad) શ્રેય હોસ્પિટલમાં (shrey hospital)બનેલી આગની ગોજારી ઘટના બાદ મનપા દ્વારા પણ ગતરોજ કોવિડ ડેઝિગ્નેટ કરેલી ખાનગી હોસ્પિટલોમાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીની સુવિધા બાબતે તપાસ હાથ ધરી હતી. ડેઝિગ્નેટેડ કરેલ કુલ 42 પૈકી કરાર કરાયેલ 36 હોસ્પિટલોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જે પૈકી 12 હોસ્પિટલોમાં ધાંધિયા મળ્યા હતા.

આજે તમામ 12 હોસ્પિટલના સંચાલકોને ફાયરસેફ્ટીની સુવિધા બાબતે ચર્ચા માટે બોલાવાયા હતા. બેઠક બાદ મનપા દ્વારા ડેઝિગ્નેટેડ કરાયેલ 12 પૈકીની ત્રણ હોસ્પિટલો સાથેના MoU રદ કરાયા છે. હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની સુવિધા ઊભી ન થાય ત્યાં સુધી કોઇપણ દરદીને દાખલ ન કરવા તથા હોસ્પિટલને  બંધ કરવાની તાકીદ કરી છે.

ઉનપાટિયા સ્થિત અમીનાસાર્વજનિક હોસ્પિટલ,વરાછા રોડ સ્થિત જી. બી. વાઘાણીગી હોસ્પિટલ અને પરવટપાટિયા સ્થિત પરમ હોસ્પિટલ સાથે કોવિડના દરદીઓો માટે 50 ટકા બેડ અનામત રાખવાના કરવામાં આવેલ MoU રદ્ કરવામાં આવ્યા છે.

જ્યારે ફાયર સેફ્ટીની અપૂરતી સુવિધા ધરાવતી વેસૂની ગ્રીનલીફ હોસ્પિટલ, પીપલોદ હોસ્પિટલ, ટ્રાયડન્ટ હોસ્પિટલ, સુરત જનરલ હોસ્પિટલ, લોખાત હોસ્પિટલ, ગિરીશગ્રુપ હોસ્પિટલ, એપલ હોસ્પિટલ, બંસી હોસ્પિટલ અને યુનિટી હોસ્પિટલને ફાયર સીસ્ટમની સુવિધા ઊભી કરવા માટે એક દિવસનો સમય આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છેકે અમદાવાદ ખાતે હોસ્પિટલની આગની ઘટના બાદ સુરતની તમામ હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને સુરતમાં પહેલા પ્રાયોરીચી કોવિડ કેસને સારવાર આપી રહેલી હોસ્પિટલોને પ્રાયોરીટી આપવામાં આવી હતી. જેથીજ હાલમાં પહેલા કોવિડ હોસ્પિટલમાં માં ચેકીંગ કરવામાં આવ્યું હતું.
Published by:ankit patel
First published:

Tags: Coroanvirus, Fire Accident, Private-hospital, Shrey Hospital, અમદાવાદ, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन