Home /News /surat /Video: સુરતમાં લુખ્ખાઓનો આતંક, હપ્તા આપવાનો વિરોધ કરનાર દુકાનદાર ઉપર તલવાર પડે કરાયો હુમલો

Video: સુરતમાં લુખ્ખાઓનો આતંક, હપ્તા આપવાનો વિરોધ કરનાર દુકાનદાર ઉપર તલવાર પડે કરાયો હુમલો

તલવાર વડે હુમલો

Surat Crime News: દુકાનદારે આ બાબતનો વિરોધ કરતાં સામાજિક તત્વો દ્વારા તલવાર (Sword attack) વડે હુમલો કરવામાં આવ્યો હતો સમગ્ર હુમલાની ઘટના સીસીટીવીમાં (CCTV) કેદ થઈ ગઈ હતી.

સુરતઃ સુરત પોલીસની (Surat Police) નિષ્ક્રિયતાને પગલે ફરી એકવાર અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવી છે. સુરતના ભાથેના વિસ્તારમાં દુકાનદાર (Shopkeeper) પાસે તે વિસ્તારના અસામાજિક તત્વો દ્વારા હપ્તાની રકમ મંગાવવામાં આવી હતી. જોકે દુકાનદારે આ બાબતનો વિરોધ કરતાં સામાજિક તત્વો દ્વારા તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો સમગ્ર હુમલાની ઘટના સીસીટીવીમાં (CCTV) કેદ થઈ ગઈ હતી

સુરત પોલીસની નિષ્ક્રિયતાને પગલે સુરતના વિસ્તારોમાં અસામાજિક તત્વોની દાદાગીરીથી દિવસે ને દિવસે વધતી જાય છે સામાન્ય બાબતે લોકોને માર મારવા સાથે જીવલેણ હુમલા કરવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે ત્યારે વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી.

સુરતના ભાઠેના વિસ્તારમાં ઉમિયા માતાના મંદિર પાસે દુકાન ધરાવતા બે દુકાનદારો પર અસામાજિક તત્વો દ્વારા તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો શિવા અને આર નામના સામાજીક તત્વો દ્વારા બંને દુકાનદારો પાસે હપ્તા પેટે રકમની માંગણી કરવામાં આવી હતી. જો કે છેલ્લા લાંબા સમયથી હપ્તાની માંગણી કરતા આ બંને વિશ્વ અમોને દુકાનદારોએ મચક ન આપી હતી.

તેમના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવાની તૈયારી કરી હતી આ વાતને લઈને આ સામાજિક તત્વો ગુસ્સે ભરાયા હતા અને તલવાર લઈને આ બંને દુકાનમાં લોકોને ત્યાં પહોંચ્યા હતા અને જોતજોતામાં તલવાર વડે હુમલો કરી દીધો હતો.

આ પણ વાંચોઃ-સુરતની ચોંકાવનારી ઘટના! નોકરે વેપારીની પત્ની સાથે આચર્યું દુષ્કર્મ, ફોટો પાડીને પડાવ્યા લાખો રૂપિયા

જોકે આ મામલામાં કોઇ ઈજા થવા પામી નથી પણ જે રીતે સામાજિક તત્વો જાહેરમાં તલવારો લઈને પહોંચ્યા હતા અને દુકાનદારો પર હુમલો કર્યો હતો જેને લઇને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો.

આ પણ વાંચોઃ-સેલવાસઃ દિલધડક Resuceનો video, યુવતીએ લગાવી મોતની છલાંગ, રાહદારી યુવકે જીવના જોખમે બચાવ્યો જીવ

જો કે અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવાની ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થતા દુકાનદારે આ મામલે પોલીસ ફરિયાદ કરવાની તૈયારી કરી હતી ત્યારે પોલીસે લોકોની ફરિયાદ સાંભળવા ની જગ્યા પર સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.



સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે પોલીસે અસામાજીક તત્વો પર કાર્યવાહી કરે તેવી સ્થાનિકો માંગ ઉઠી છે.
Published by:Ankit Patel
First published:

Tags: Crime news, Gujarati news, Surat news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો