Home /News /surat /સુરત: 16મી સદીનું ઉત્તરમુખી હનુમાન મંદિર, શિવાજી પણ રોકાયા હતાં અહીં

સુરત: 16મી સદીનું ઉત્તરમુખી હનુમાન મંદિર, શિવાજી પણ રોકાયા હતાં અહીં

આજે હનુમાન જ્યંતિના દિવસે મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે. આ પાવન પર્વ પર સુરતના ડુંભાલ સ્થિત 16મી સદીના પૌરાણિક અનોખા હનુમાન મંદિરના દર્શન કરીએ. આ પૌરાણિક મંદિરનું નિર્માણ છત્રપતિ શિવાજી મહારાજના ગૂરૂ સમર્થ રામદાસજીએ કર્યું છે.

સુરતના ડુંભાલનું પ્રાચીન ઉત્તરમુખી હનુમાનજીનું મંદિર આવેલું છે. અહીં હનુમાનજી મહારાજની યંત્રરૂપે પૂજા થાય છે. આ 300 વર્ષ જૂના ચમત્કારિક લલિતાયંત્ર લાકડામાંથી બનાવાયું છે. આ મંદિરનું શિવાજી મહારાજના ગુરૂએ નિર્માણ કરાવ્યું હોવાની લોકવાયકા છે. મંદિરમાં સમર્થ ગુરૂ રામદાસની પાદુકા અને યજ્ઞક્ષેત્ર છે. 1664માં શિવાજી મહારાજ પણ અહીં રોકાયા હતા. શિવાજીએ અહીં બનાવેલી એક સુંદર ગુફા સીધી 10 કિલોમીટર દૂર ચોકબજાર સ્થિત કિલ્લામાં ખુલતી હતી.



આ ચમત્કારિક હનુમાનજી મંદિરના દર્શને રોજ મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. હનુમાન જ્યંતિના પર્વે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ હવન-પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ભક્તોની સંખ્યા પણ અનેકગણી વધી જાય છે.



સુરતવાસીઓ માટે હનુમાનજીનું પૌરાણિક મંદિર આસ્થાનું ધામ બની ચૂક્યું છે. પવનપુત્ર હનુમાનજી પણ ભક્તોના તમામ મનોરથ પૂર્ણ કરતા હોવાથી મંદિરમાં ભક્તોની શ્રદ્ધા પણ ઘેરી બનતી જાય છે.
First published:

Tags: સુરત, હનુમાન જયંતિ