શહેરના ભદ્ર સમાજનો કિસ્સો, શ્રીધર નામના પતિએ પ્રેમ લગ્ન કર્યા બાદ પત્ની પર શંક થતા ચોંકાવનારા કામો કર્યા હતા, દશેક દિવસ પહેલાં દસ્તાના 8-10 ઘા ઝીંકી પત્નીની હત્યાનો કર્યો હતો પ્રયાસ
સુરતમાં પ્રેમ લગ્ન કરનાર દંપતીમાં પતિએ પત્નીના ચારિત્ર્ય અંગે શંકા રાખી જાસૂસી કરવા ઉપરાંત કંપનીનું બેંક એકાઉન્ટ સીઝ કરાવી નાખ્યું હતું એટલું જ નહીં 10 દિવસ પહેલાં જ' તેરા કિસ્સા હી ખતમ કર દેતા' હું એમ કહી સ્ટીલની ખાંડણીના ઉપરાછાપરી સાતથી આઠ ઘા માથામાં ઝીંકી પત્નીની હત્યાનો પ્રયાસ કરનાર પતિની અડાજણ પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
સુરતના અડાજણ આનંદ મહલ રોડ વિસ્તારમાં આવેલા સન રેસીડન્સીમાં ફલેટ નં. ઇ/1003 માં રહેતા શ્રીધર ચંદ્રન ઐયર આજથી 15 વર્ષ પહેલા ફાલ્ગુની નામની યુવતી સાથે પ્રેમ લગન કારિયા હતા જોકે લગ્ન જીવન આ દંપતીને એક દીકરી પણ છે. જોકે કેટલાક સમયથી પત્ની ફાલ્ગુની ના ચારિત્ર્ય અંગે શંકા રાખી શારિરીક-માનસિક ત્રાસ ગુજારતો હતો. ફાલ્ગુની સાથે પ્રેમલગ્ન કરનાર શ્રીધરે લગ્ન જીવનની શરૂઆત સાથે વેસુમાં એન્જિનીયરીંગ એન્ડ પ્રોડેક્ટ નામની કંપની પણ શરૂ કરી હતી.
પરંતુ ચારિત્ર્ય અંગે શંકા કરનાર શ્રીધરે ફાલ્ગુનીની જાસૂસી કરાવવા ઉપરાંત મોબાઇલ ફોનમાં લોકેશન શેરીંગનું ઓપશન ઓન રાખી તે કયાં જાય છે અને કોને-કોને મળે છે તેની ઉપર પણ વોચ રાખતો હતો. ફાલ્ગુની કંપનીના પૈસા બીજાને આપતી હોવાની શંકા હોવાથી બેંક એકાઉન્ટ પણ શ્રીધરે સીઝ કરાવી દીધું હતું.
દરમિયાન દસેક દિવસ અગાઉ શ્રીધરે બપોરના અરસામાં આજ તેરા કિસ્સા હી ખતમ કર દુંગા એમ કહી સ્ટીલ ખાંડણી વડે હુમલો કરી માથામાં સાતથી આઠ ઘા ઝીંકી દઇ હત્યાનો પ્રયાસ કરી ભાગી ગયો હતો. જોકે ગંભીર ઇજાગ્રસ્ત થયેલી ફાલ્ગુની ને તાત્કાલિક પડોસીઓએ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડી હતી.
જોકે ઘટનાની જાણકરી મળતા પોલીસે પણ બનાવ વાળી જગ્યા પર પહોંચીને આ મામલે ફાલ્ગુનીની હત્યાનો પ્રયાસ નો ગુનો નોંધી ફાલ્ગુનીના પતિને પકડીપાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે 10દિવસ બાદ પત્નીની હત્યા નો પ્રયાસ કરનાર પતિને અડાજણ પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. જોકે પોલીએ ફરાર આરોપીને ઝડપી પડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેના પૂછપરછ શરૂ કરી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર