અમદાવાદઃ બોરસદના નગર સેવક પ્રજ્ઞેશ પટેલ હુમલા કેસમાં રવિ પુજારીના શાર્પ શુટર સુરેશ પિલ્લઈએ એટીએસ સમક્ષ મોટો ખુલાસો કર્યો છે.રવિ પુજારીએ શાર્પ શુટર સુરેશને સુરતમાં રહેવાની વ્યવસ્થા કરાવી આપી હોવાની વાત સુરેશે સ્વીકારી છે.આ સિવાય અનેક ખુલાસાઓ એટીએસ સમક્ષ પિલ્લઈ દ્રારા કરવામાં આવ્યો છે.
એટીએસ દ્રારા પ્રજ્ઞેશ પટેલની ઉફર હુમલા કેસમાં રવિના શાર્પ શુટર સુરેશ પિલ્લઈ સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.ત્યારે સુરેશ પિલ્લઈને પુછપરછમાં બહાર આવ્યુ છે કે રવિ પુજારીએ છેલ્લા બે મહિનાથી સુરેશને સુરતમાં રહેવા આદેશ આપ્યા હતા અને પિલ્લઈ જે મકાનમાં રહી રહ્યો હતો ત્યાંનુ મકાનનુ ભાડુ રવિ પુજારી દ્રારા ચુકવવામાં આવતુ હતુ.
જેથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે રવિ પુજારી હવે ગુજરાતમાં પગ પસેરો કરવા વિચારી લીધો છે કારણ કે પાંચથી વધુ લોકોને તેને ફોન કરી ખંડણી માંગી છે.
એટીએસની તપાસમાં એક નવી વાત એ પણ સામે આવી છે જે ખરેખર પોલીસ માટે ચિંતાજનક છે કે રવિ પુજારીને જે લોકો રુપિયા નહી આપે અથવા સોપારી લઈ કામ કરવા માટે તેને પોતાના જુના માણસોને નહી પરંતુ હવે નવા ચહેરાનો ઉપયોગ કરી રહ્યો છે.સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રવિ પુજારી એવા લોકોને શોધે છે જે લોકો નાના મોટા ગુનાઓમાં પકડાઈ ચુક્યા હોય તેવા લોકોને રુપિયાની લાલચ આપી ઉપયોગ કરી રહ્યો છે.
નોંધનીય વાત તો એ છે કે રવિ પુજારીએ જેટલા લોકોને ધમકી આપી હતી તેમાંથી કેટલાક લોકોએ તો રુપિયા આપી પણ દીધા છે.સવાલ એ ઉભો થાય છે કે શુ પોલીસ રવિ પુજારી સુધી પહોંચી શકશે કે કેમ...શુ રવિ પુજારી મુંબઈ બાદ ગુજરાતમાં નજર માંડી રહ્યો છે.ગુજરાતમાં કેટલા લોકો તેના સંપર્કમાં છે.