Home /News /surat /સુરત: 'તેરા ચાહને વાલા બોલ રહા હું,' યુવતીએ હેરાન કરતા યુવાનોને શીખવાડ્યો પાઠ

સુરત: 'તેરા ચાહને વાલા બોલ રહા હું,' યુવતીએ હેરાન કરતા યુવાનોને શીખવાડ્યો પાઠ

ફાઇલ ફોટો

સુરતમાં એક જ જગ્યાએ કામ કરતાં પૂર્વ સહકર્મી દ્નારા યુવતીને ઈન્સ્ટાગ્રામમાં પોર્ન વીડિયો મોકલીને હેરાન કરવામાં આવતી. સાઇબર ક્રાઇમ વિભાગે બે યુવકોના ધરપકડ કરી ભણાવ્યો પાઠ.

સુરતઃ સાઇબર ક્રાઇમ વિભાગે સુરતના અમરોલીમાં પોર્ન વીડિયો-ફોટોગ્રાફ્સ મોકલીને હેરાન કરતા બે લોકોની ધરપકડ કરી છે. યુવતી જે કારખાનામાં નોકરી કરતી હતી, ત્યાં મહિના પહેલાં જ આ લોકો કામ કરી ગયા હતાં. ચહેરો ઓળખાય નહીં તેથી વીડિયો કોલમાં મોઢું સંતાડીને વાત કરતા હતાં. યુવતીની ફરિયાદ બાદ પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને આરોપીઓની ધરપકડ કરી હતી.

અમરોલીમાં રહેતી ૧૯ વર્ષીય યુવતી મૂળ નાગપુરની વતની છે. યુવતી ધાગાકટિંગના કારખાનામાં નોકરી કરે છે. ગત ૧૩ સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે યુવતીના  મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે "યુવતીને મૈં તેરા ચાહને વાલા બોલ રહા હું એવું કહ્યું હતું.

આ પણ વાંચોઃ Surat: આ મહિલાનાં શિયાળુપાકની છે ખુબ ડિમાન્ડ, છેક યુરોપથી ઓર્ડરો આવે છે!





ત્યારબાદ તે નંબર પરથી વારંવાર કોલ આવતા યુવતીએ નંબર બ્લોક કરી દીધો હતો. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી યુવતી પોર્ન વીડિયો મોકલવામાં આવ્યા હતા. ઈન્સ્ટાગ્રામ પર વારંવાર વીડિયો કોલ કરીને યુવતીને હેરાન કરવામાં આવતી હતી. વીડિયો કોલમાં યુવક પોતાનું મોઢું સંતાડતો હતો. ત્યારબાદ તે યુવકે યુવતીને " તુમ મેરે સાથે ફ્રેન્ડશિપ કર... વરના મેં તેરા વીડિયો એડિટ કર કે સોશિયલ મીડિયા હૈ વાયરલ કર દૂંગા " એવી ધમકી આપી હતી.



આ પણ વાંચોઃ Surat: આ બે ભાઇ વૃદ્ધોની કરી રહ્યાં છે અનોખી સેવા, આવું તો સગા દિકરા પણ ન કરી શકે!

સાઇબર ક્રાઇમ વિભાગે આ ગુનામાં હરી નીલા બહેરા અને પબિગ બિધ્યાધર મુલીની ધરપકડ કરી હતી. આ બંને મહિના પહેલા એક જ કારખાનામાં નોકરી કરતા હતાં. કોઇક રીતે તેમણે આ યુવતીનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો. જોકે, પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. આ બંને ઇસમોએ ભૂતકાળમાં પણ આ પ્રકારના ગુના કર્યા છે કે કેમ તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ પ્રકારની ઘટનાને લઈને સુરત સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Published by:Hemal Vegda
First published:

Tags: Crime Baranch, Gujarat News, Surat Crime, ક્રાઇમ ફાઇલ, ગુજરાત, સાઇબર ક્રાઇમ, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन