Mehali tailor,surat: બદલાતા સમયની સાથે આજે હવે યુગ પણ બદલાયો છે. આજે યુગ આવ્યો છે ઇન્ટરનેટનો લોકો હવે વધુને વધુ ઇન્ટરનેટ નો ઉપયોગ કરી રહ્યા છે. આજે લોકો પોતાના દરેક કામમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. જેને લઇ હવે ગુનાઓ પણ ઘણા વધી રહ્યા છે. સુરતમાં પણ હવે સાયબરના ગુના નો આંકડો સતત વધતો રહ્યો છે જેની સામે પોલીસ પણ આ સાઈબર ગુનાને રોકવા માટે સક્ષમ બની રહી છે.
સુરત સાયબર સેલ પણ 60% જેટલા ગુનાઓ ઉકેલવા માટે સક્ષમ બની છે
સુરત શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં દાખલ થયેલા સાયબર ગુનાની વાત જો કરવામાં આવે તો 2022માં ગુનાનો આંકડો સતત વધી રહ્યો છે. 2020 માં સુરત શહેર પોલીસના ચોપડે સાબર ક્રાઇમ ગુનામાં 192 ગુનાઓ જાહેર થયા હતા. જેમાંથી પોલીસે 71 જેટલા ગુનાઓ શોધી કાઢ્યા હતા. 2021 માં 272 જેટલા ગુનાઓ પોલીસના ચોપડે નોંધાયા હતા જેમાંથી પોલીસે 126 જેટલા ગુનાઓ શોધી કાઢ્યા હતા.
2022 માં જાહેર થયેલા ગુનાનો આંકડો 376 પર પહોંચ્યો હતો. જેમાંથી પોલીસે 218 જેટલા ગુનાઓ શોધી કાઢ્યા હતા. આ સાઇબર ક્રાઇમ ગુનાઓમાં 2020માં 36 ટકા જેટલા ગુનાઓ, 2021 માં 46 ટકા જેટલા ગુનાઓ અને 2022 માં 60% જેટલા ગુનાઓ શોધવામાં સાયબર ક્રાઈમને સફળતા મળી છે.
ઓટીપી દ્વારા સૌથી વધુ સાયબર ફ્રોડને અંજામ આપવામાં આવે છે
સાઇબર ક્રાઇમ કઈ રીતે થાય છે તેની જો વાત કરવામાં આવે તો KYC અપડેટ ફ્રોડ,google કસ્ટમર, વીડિયો કોલ, મેટ્રોમોનિયલ ફ્રોડ અને સોશિયલ મીડિયા ફ્રોડ દ્વારા ગુનાને અંજામ આપવામાં આવી છે. આ ગુના આચરનાર આરોપીઓ દ્વારા અલગ અલગ રીતે ભોગ બનનારના ખાતામાંથી લાખો રૂપિયા પણ ઉપાડી લેવામાં આવી છે. જો સાઇબર ફ્રોડ કોઈપણ સાથે થાય તો તેણે તાત્કાલિક પણ એ પોતાની ફરિયાદ નોંધાવી જોઈએ. સાઇબર ફ્રોડમાં મહત્તમ ફ્રોડ ઓટીપી દ્વારા કરવામાં આવે છે.ત્યારે કોઈપણ અંજાન વ્યક્તિને otp શેર ન કરવાની સલાહ સાયબર સેલ દ્વારા આપવામાં આવી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: CYBER CRIME, Local 18, ગુનો, પોલીસ, સુરત