સુરત : શહેરના સચિન વિસ્તાર (Sachin area)માં આવેલા સુડા આવાસમાં ગેરેજ સામે ગાડી પાર્ક (Park) કરવાને લઈને થયેલા ઝઘડાની અદાવતમાં ગતરોજ કેટલાક યુવાનો પર તલવારથી હુમલો (Attack with sword) કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ દરમિયાન બે ગાડી સળગાવી દેવામાં આવતા વિસ્તારમાં અફડાતફડી મચી હતી. આ મામલે પોલીસે (Sachin Police) ઘટનાસ્થળે પહોંચીને ગુનો નોંધ્યા બાદ આરોપીની ધરપકડ (Arrest) કરી છે.
સુરતના સચિન વિસ્તારમાં આવેલા સાંઈ સુડા આવાસમાં રાત્રે 10 વાગતાની સાથે હંગામો મચી જવા પામ્યો હતો. અહીંયા રહેતા એક યુવાને ગેરેજ સામે પોતાની બાઈક પાર્ક કરી હતી. જેને લઈને ગેરેજવાળાએ યુવાનને બોલાવીને એક લાફો મારી દીધો હતો. જે બાદમાં હંગામો મચી ગયો હતો. માર ખાનાર યુવાને પોતાના મિત્ર કરણને બોલાવ્યો હતો. જેણે ગેરેજવાળાને બબાલ બાદ સમાધાન કરવાના નામે બોલાવીને તેના પર તલવારથી હુમલો કર્યો હતો.
બબાલ દરમિયાન મધ્યસ્થી કરવા આવેલા અન્ય ત્રણ યુવાનો પર પણ કરણ અને તેના સાગરીતોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા તમામને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં અફડાતફડી મચી જવા પામી હતી.
વીડિયોમાં જુઓ : આજના મહત્ત્વના સમાચાર
આ ઈસમો દ્વારા બે ગાડી પણ સળગાવી નાખવામાં આવી હતી. ઘટનાની જાણકારી મળતા તાત્કાલિક સચિન પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલ ખસેડ્યા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી પાડ્યા હતા. આ બનાવ બાદ આખા વિસ્તારમાં ડરનો માહોલ વ્યાપી ગયો હતો. પોલીસે ભાગી ગયેલા અન્ય આરોપીઓને પકડવા માટે ટીમો બનાવી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર