Home /News /surat /Video: સુરતમાં સ્કૂલવાન અને કાર વચ્ચે ભયંકર અકસ્માત, સીસીટીવીમાં કેદ થયા દ્રશ્યો

Video: સુરતમાં સ્કૂલવાન અને કાર વચ્ચે ભયંકર અકસ્માત, સીસીટીવીમાં કેદ થયા દ્રશ્યો

બનાવ સીસીટીવીમાં કેદ.

Surat School Van accident CCTV: બનાવ અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે સ્કૂલવાનનો ચાલક ટર્ન લઈ રહ્યો છે ત્યારે બીજી તરફથી પૂરપાટ આવી રહેલી કાર તેને ટક્કર મારે છે. ટક્કર એટલી જોરદાર હોય છે કે સ્કૂલવાન પલટી મારી જાય છે.

વધુ જુઓ ...
    સુરત: સુરત શહેરમાં સ્કૂલવાન અને કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. મળતી માહિતી પ્રમાણે જે સ્કૂલવાનને અકસ્માત નડ્યો હતો તેમાં નવ બાળકો સવાર હતા. અકસ્માત બાદ નવમાંથી એક બાળકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. વાનમાં સવાર અન્ય બાળકોને પણ નાની મોટી ઈજા પહોંચી છે. લોકોનું કહેવું છે કે વાન ચાલકની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હતો.

    સીસીટીવી ફૂટેજ આવ્યા સામે


    બનાવ અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે સ્કૂલવાનનો ચાલક ટર્ન લઈ રહ્યો છે ત્યારે બીજી તરફથી પૂરપાટ આવી રહેલી કાર તેને ટક્કર મારે છે. ટક્કર એટલી જોરદાર હોય છે કે સ્કૂલવાન પલટી મારી જાય છે. બીજી તરફ ટક્કર મારનાર કારને પણ મોટું નુકસાન થયાનું જોઈ શકાય છે. અકસ્માતના બનાવ બાદ આસપાસના લોકો મદદ માટે દોડી આવે છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડે છે.


    'આપ'ની નવી ગેરંટી


    અરવિંદ કેજરીવાલે આજે ગુજરાતીઓને વધુ એક ગેરંટી આપી છે. તેમણે પોતાના સંબોધનમાં વધુ એક ગેરંટી આપતા જણાવ્યુ કે, 'ભ્રષ્ટ નેતાઓને જેલમાં પુરીશું, ગુજરાતને ભ્રષ્ટાચારમુક્ત બનાવીશું!' નોંધનીય છે કે, 13 સપ્ટેમ્બરના સવારે નેતાઓ અને કાર્યકરો સાથે ચર્ચા કરી હતી. બપોરે અમદાવાદ ખાતે વધુ એક ગેરંટીની ઘોષણા પણ કરવામાં આવી છે. ગેરંટી ઘોષણા બાદ અરવિંદ કેજરીવાલ સાંજે 4 વાગે સફાઈ કર્મચારીઓ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)

    અમદાવાદમાં પ્રથમવાર યોજાશે નેશનલ ગેમ્સ


    ગુજરાતમાં તા.૨૬ સપ્ટેમ્બરથી તા.૧૨ ઓક્ટોબર-૨૦૨૨ દરમિયાન પ્રથમ વખત યોજાનારી નૅશનલ ગેમ્સનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. અમદાવાદ શહેર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પોર્ટ્સ એસોસિએશન અને વિવિધ સંસ્થાઓના સહયોગથી જોરશોરથી ૩૬ મી નેશનલ ગેમ્સની યજમાની માટેની સમગ્ર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળતી માહિતી અનુસાર નૅશનલ ગેમ્સ અંતર્ગત અમદાવાદ શહેરના ૮ જેટલા સ્પોર્ટસ કૉમ્પલેક્ષ સહિતનાં સ્થળો પર વિવિધ ૧૫ રમતોનું આયોજન કરવામાં આવનાર છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
    " isDesktop="true" id="1249870" >

    ગીર સોમનાથના ગામમાં બે દીપડા વચ્ચે ખેલાયો જંગ


    કોડિનારના આસપાસના વિસ્તારોમાં વારંવાર વન્ય પ્રાણીઓ દેખાતા હોય છે. ત્યારે ગીર સોમનાથના કોડિનારના પેઢાવાડા ગામમાં બે દીપડા વચ્ચે જંગનો એક વીડિયો વાયરલ થયો છે. જે સ્થાનિકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ વીડિયો તે ગામના જ એક વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: School, Students, Video, સીસીટીવી, સુરત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन