Home /News /surat /Mehul Boghra: વકીલ મેહુલ બોઘરા પર હુમલો કરનાર આરોપી સાજન ભરવાડને કોર્ટમાં રજૂ કરાતા જ હંગામો મચી ગયો

Mehul Boghra: વકીલ મેહુલ બોઘરા પર હુમલો કરનાર આરોપી સાજન ભરવાડને કોર્ટમાં રજૂ કરાતા જ હંગામો મચી ગયો

પોલીસની હાજરીમાં જ આજે કોર્ટ પરિસરમાં આરોપી સાજન ભરવાડના સમર્થકો ઉગ્ર બન્યા હતા.

પોલીસની હાજરીમાં જ આજે કોર્ટ પરિસરમાં એક બાજૂ આરોપી સાજન ભરવાડના સમર્થકો ઉગ્ર હતા તો બીજી તરફ મેહુલ બોઘરા પર થયેલા હિંસક હુમલાને લઇ વકીલો પણ ઉગ્ર બુન્યા હતા.

    બે દિવસ પહેલા સુરત  (Surat) શહેરમાં પોલીસ (Surat Police) કર્મચારીઓ વાહનચાલકો પાસેથી કટકી કરતા હોવાની માહિતીને લઇ સુરતના વકીલ મેહુલ બોઘરા (Mehul Boghra)એ તેમનો લાઇવ વીડિયો (Live Video) બનાવ્યો હતો જે દરમિયાન ટીઆરબી જવાન સાજન ભરવાડ નામના આરોપીએ વકીલ પર હિંસક હુમલો કર્યો હતો અને તેમને લાકડીઓ વડે માર માર્યો હતો. જે બાદ સરથાણા પોલીસ મથકે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને આરોપી વિરૂદ્ધ નારા લગાવ્યા હતા. જે બાદ સરથાણા પોલીસે આરોપીની અટકાયત કરી તેના વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે આજે આરોપી સાજન ભરવાડને પોલીસના કાફલા સાથે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ પરિસરમાં થોડા સમય માટે મામલો ગરમાયો હતો. અહીં વકીલોએ આરોપી સાજન ભરવાડને ધક્કે ચઢાવ્યો હતો.

    સુરતમાં વકીલ મેહુલ બોઘરા પર થયેલા હુમલા બાદ આરોપી ટીઆરબી જવાનને આજે કોર્ટમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યારે આરોપી ટીઆરબી જવાન સાજન ભરવાડને કોર્ટમાં રજૂ કરાયો તે સમયે કોર્ટ પરિસરનો માહોલ ગરમાઇ ગયો હતો અને કોર્ટ પરિસરમાં હાજર વકીલોએ સાજન ભરવાડ હાય હાયના નારા લગાવ્યા હતા તો બીજી તરફ આરોપી સાજન ભરવાડના સમર્થકોએ સાજનભાઇ જિંદાબાદના નારા લગાવ્યા હતા. જેના કારણે થોડીવાર માટે કોર્ટ પરિસરનો માહોલ ગરમાયો હતો.



    સુરતના એડવોકેટ મેહુલ બોઘરા ઉપર TRB જવાન સાજન ભરવાડ દ્વારા હુમલાના કેસમાં આરોપી TRB જવાનને આજ રોજ કોર્ટમાં રજુ કરાયો હતો. ત્યારે કોર્ટે TRB જવાન સાજન ભરવાડના 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આરોપી સાજન ભરવાડને કોર્ટમાં રજુ કરાયો ત્યારે મોટી સંખ્યામાં તેના જ સમાજના સમર્થકોએ જિંદાબાદના નારા લગાવ્યા હતા જેના કારણે કોર્ટ પરિસર થોડા સમય માટે રણભૂમિકાના મેદાનમાં તબલીદલ થઇ ગયું હતું. જેને લીધે એડવોકેટ મેહુલ બોઘરાના સમર્થક વકીલો અને સાજન ભરવાડના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

    આ પણ વાંચો- ગઢડા BAPS મંદિરમાં થયેલ પુજારીની હત્યા મામલે ખુલાસો, અમેરીકા જવાની લાલચમાં ખેલાયો ખુની ખેલ

    પોલીસની હાજરીમાં જ આજે કોર્ટ પરિસરમાં એક બાજૂ આરોપી સાજન ભરવાડના સમર્થકો ઉગ્ર હતા તો બીજી તરફ મેહુલ બોઘરા પર થયેલા હિંસક હુમલાને લઇ વકીલો પણ ઉગ્ર બુન્યા હતા. અને કોર્ટ પરિસરમાં ધક્કામુક્કી જોવા મળી હતી. જોકે પોલીસને પહેલાથી જ શંકા હતી કે આ મામલો ગરમાયો છે માટે તેમણે પહેલાથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Surat Crime Latest News, Surat crime news, Surat crime Surat News, Surat police

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन