Home /News /surat /

સુરત: 21 વર્ષ પહેલા ક્રૂરતાપૂર્વક કરાયેલી હત્યાનો આરોપી ઝડપાયો; હત્યા બાદ માથું અને ધડ અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા

સુરત: 21 વર્ષ પહેલા ક્રૂરતાપૂર્વક કરાયેલી હત્યાનો આરોપી ઝડપાયો; હત્યા બાદ માથું અને ધડ અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા

હત્યા કેસમાં 21 વર્ષે આરોપી ઝડપાયો.

Surat murder case: હાલ ઝડપાયેલા આરોપી સહિત અન્ય સહ-આરોપીએ કુહાડીના ધા મારીને ઇસમની હત્યા નિપજાવી હતી. જે તે સમયે સહ-આરોપીની પોલીસે ધપરકડ કરી હતી.

સુરત: સુરતમાં વધી રહેલા ગુના ડામવા માટે સુરત પોલીસ (Surat police) ભૂતકાળમાં ગંભીર ગુનામાં સંડોવાયેલા અને પીલીસ પકડ બચવા માટે ભાગતા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ અભિયાન શરૂ કર્યું છે. આ જ કડીમાં સચિન GIDC પોલીસ (Sachin GIDC police)ને માહિતી મળી હતી કે પાંડેસરા વિસ્તારમાં 21 વર્ષ પહેલાં થયેલી ચકચારી હત્યા ગુનામાં ભાગતો ફરતો આરોપી જયરામ ઉર્ફે જય પંચ બેહેરા (ઉં.વ. 42) સચીન GIDC, શિવાજી સોસાયટીના નાકા પાસે રહે છે. બાતમીના આધારે પોલીસે તેને પકડી પાડ્યો હતો. પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા તેણે 2001માં એક ઇસમની બેરહરમીપૂર્વક હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

હાલ ઝડપાયેલા આરોપી સહિત અન્ય સહ-આરોપીએ કુહાડીના ધા મારીને ઇસમની હત્યા નિપજાવી હતી. જે તે સમયે સહ-આરોપીની પોલીસે ધપરકડ કરી હતી. આ હત્યાના કેસમાં નાસતો ફરતો આરોપી જયરામ ઉર્ફે જય પંચુ બેહેરા ઘટનાના 21 વર્ષ બાદ આખરે ઝડપાયો છે. જયરામ પોલીસના હાથે ન આવી જાય તે માટે નામ બદલીને અલગ અલગ શહેરમાં ફરતો હતો.

સહ-આરોપીઓની ધરપકડ


ઝડપાયેલા આરોપી અને અન્ય સહ-આરોપીઓએ સાથે મળીને મરણજનારને ગડદાપાટુનો તેમજ ઢીક્કાપાટુંનો માર મારીને અધમૂવો કરી નાખ્યો હતો. જે બાદમાં સહ-આરોપીએ ગળાના ભાગે કુહાડીના ત્રણ-ચાર ઘા મારીને હત્યા કરી નાંખી હતી. સહ-આરોપી સીમાંચલ નંદુ ડકવા અને સહ-આરોપી શિવરામ ઉદય દલઈનાએ પોતાની પાસે રહેલી તલવાર વડે મરણજનારના ગળાના ભાગે તથા પીઠના ભાગે ઉપરાછપરી ઘા માર્યા હતા. આ ઉપરાંત આરોપી સુરેશ અરખીત પાત્રા અને આરોપી શંકર કંધ બેહેરાએ પોતાની પાસે રહેલા લાકડાના ફટકાથી મરણજનારના શરીરે માર્યાં હતા.

આ પણ વાંચો: દાહોદમાં કચરામાંથી મળ્યું બાળકોને કુપોષણ મુક્ત કરવા માટે અપાતું દૂધ

આ પણ વાંચો: અમદાવાદનો કિસ્સો: પરિવાર લગ્નમાં ગયો અને યુવક ઘરમાં ઘૂસ્યો

ક્રૂરતાપૂર્વક હત્યા


આરોપી સંતોષ ખડાલ બેહેરા તથા આરોપી જયરામ ઉર્ફે જય પંચ બેહેરા પાસે કોઈ હથિયાર ન હતું. જેથી તેણે આરોપી જયરામે શીવરામ પાસેથી તથા આરોપી સંતોષે સિમાંચલ પાસેથી તલવાર લઈને મરણજનારના ગળાના ભાગે ઘા માર્યાં હતા. ત્યાર બાદ સહ-આરોપી વિષ્ણુએ પોતાના પાસેની કુહાડીથી મરણજનારના ગળાના ભાગે ઉપરાછાપરી ઘા મારી મરણજનારનું ગળું ધડથી અલગ કરી દીધું હતું. જે બાદમાં ધડ અને માથાને અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ગુનો, પોલીસ, સુરત, હત્યા

આગામી સમાચાર