Home /News /surat /Russia Ukraine War: અમેરિકાનાં એક નિર્ણયનાં પગલે સુરતનો હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો
Russia Ukraine War: અમેરિકાનાં એક નિર્ણયનાં પગલે સુરતનો હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો
Surat Diamond Industry: અમેરિકાએ યુક્રેન પર યુદ્ધ થોપવાને મામલે રશિયાની ડાયમંડ માઇનિંગ કંપની અલરોસા પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકાના બિઝનેસ એન્ડ ટ્રેડ ડિપાર્ટમેન્ટે ભારતના હીરા અને જ્વેલરી એક્સપોર્ટરોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, અલરોસાના તૈયાર હીરા કે હીરાજડિત જ્વેલરી અમેરિકા મોકલી શકાશે નહીં.
Surat Diamond Industry: અમેરિકાએ યુક્રેન પર યુદ્ધ થોપવાને મામલે રશિયાની ડાયમંડ માઇનિંગ કંપની અલરોસા પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકાના બિઝનેસ એન્ડ ટ્રેડ ડિપાર્ટમેન્ટે ભારતના હીરા અને જ્વેલરી એક્સપોર્ટરોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, અલરોસાના તૈયાર હીરા કે હીરાજડિત જ્વેલરી અમેરિકા મોકલી શકાશે નહીં.
રશિયા અને યુક્રેન (Russia Ukraine War) વચ્ચે છેલ્લા 60થી વધુ દિવસથ યુદ્ધ ચાલી રહ્યું છે. જેના પગલે ભારતનાં હીરા ઉદ્યોગ પર ભારે અસર પહોંચી છે. અમેરિકા દ્વારા રશિયાની ખાણ અલરોસા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે, જેનાં કારણે અલરોસાની રફ ખરીદી શકાય તેમ ન હોવાથી સુરત (Surat)ના હીરા ઉદ્યોગમાં (Diamond Industry) રફની (Rough) અછત ઉભી થઈ છે, જેના પગલે સુરતના હીરાના કારખાનાઓમાં કામકાજ ઘટી ગયા છે. જેથી લોકોની રોજગારી પર અસર પડી રહી છે.
અમેરિકાએ યુક્રેન પર યુદ્ધ થોપવાને મામલે રશિયાની ડાયમંડ માઇનિંગ કંપની અલરોસા પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકાના બિઝનેસ એન્ડ ટ્રેડ ડિપાર્ટમેન્ટે ભારતના હીરા અને જ્વેલરી એક્સપોર્ટરોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, અલરોસાના તૈયાર હીરા કે હીરાજડિત જ્વેલરી અમેરિકા મોકલી શકાશે નહીં. જો ઉદ્યોગકારો બોગસ સર્ટિફિકેટથી છેતરપિંડી કરશે તો એના વેપાર પર વિપરીત પરિણામ આવશે.
અમેરિકાના પ્રતિબંધ પછી હીરા ઉદ્યોગકારોમાં રફ સપ્લાયની અછત સર્જાઈ છે. રફની અછતને પગલે રત્નકલાકારોના કામના કલાકોમાં બે કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે. એક પાળીમાં 8ને બદલે 6 કલાક જ ઉત્પાદન થઇ રહ્યું છે. અલરોસાના હીરા પર અમેરિકાના પ્રતિબંધ પછી હીરા ઉદ્યોગકારોમાં રફ સપ્લાયની અછત સર્જાઈ છે. રફનો મોટો સ્ટોક કરી બેસેલું એક ગ્રુપ એક મહિનો રફ સપ્લાય બંધ રાખવા માંગ કરી રહ્યું છે.
મુંબઈના ભારત ડાયમંડ બુર્સમાં સુરત-મુંબઈના એક્સપોર્ટરોની બેઠકમાં કોઈ સ્પષ્ટ નિર્ણય લઇ શકાયો નથી. વર્ષે 4 બિલિયનની રફ વાયા દુબઇ અને બીજી ચેનલોથી સુરત અને મુંબઇ આવે છે. આ રફને તૈયાર હીરામાં બદલી મોટા પાયે અમેરિકા મોકલવામાં આવે છે. અમેરિકામાં રશિયન ડાયમંડ કે જ્વેલરી વેચાશે નહીં. એટલે ઉત્પાદન પર કાપ મૂકવામાં આવ્યો છે. આ પ્રકારની પરિસ્થિતિ રહી તોો આગામી દિવસમાં ડાયમંડ ઉદ્યોગની હાલત કફોડી બને તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.