Home /News /surat /મેહુલ ચોકસીની સુરત સહિત દેશભરમાં આવેલી રૂ. 1217 કરોડની સંપત્તિ જપ્ત

મેહુલ ચોકસીની સુરત સહિત દેશભરમાં આવેલી રૂ. 1217 કરોડની સંપત્તિ જપ્ત

મેહુલ ચોકસી (ફાઈલ તસવીર)

સુરત ખાતેની જપ્ત કરવામાં આવેલી મેહુલ ચોકસીની કંપની ગીતંજલી જેમ્સ લિમિટેડની સંપત્તિની બજાર કિંમત 10.56 કરોડ જેટલી થાય છે. આ સંપત્તિ કતારગામ ખાતે આવેલી છે.

પંજાબ નેશનલ બેંક સાથે ફ્રોડના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) ગુરુવારે મેહુલ ચોકસીની માલિકીની કંપનીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી હતી. ઈડીએ મેહુલ ચોકસીની દેશભરમાં આવેલી સ્થાવર મિલકત સીલ કરી દીધી છે. જેમાં મુંબઈના 15 ફ્લેટ અને 17 ઓફિસનો સમાવેશ થાય છે. સુરત ખાતે આવેલી ગીતાંજલી ડાયમન્ડ્સની માલિકીની મિલકતો પણ સીલ કરી દેવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે ઈડીએ રૂ. 1217 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. ઈડીએ મહારાષ્ટ્ર, તામિલનાડુ તેમજ હૈદરાબાદમાં મેહુલ ચોકસીની સંપત્તિ જપ્ત કરી છે.

બુધવારે આ કેસમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશને પંજાબ નેશનલ બેંકના ઇન્ટરનેશનલ ચીફ ઓડિટર એમ.કે. શર્માની ધરપકડ કરી હતી.

સુરત ખાતેની જપ્ત કરવામાં આવેલી મેહુલ ચોકસીની કંપની ગીતંજલી જેમ્સ લિમિટેડની સંપત્તિની બજાર કિંમત 10.56 કરોડ જેટલી થાય છે. આ સંપત્તિ કતારગામ ખાતે આવેલી છે.

નીરવ મોદીની ચાર સંપત્તિ પણ જપ્ત

બુધવારે સીબીઆઈએ નિરવ મોદી જૂથની ચાર પ્રોપર્ટી જપ્ત કરી લીધી છે. આ સંપત્તિમાં 13 કરોડની કિંમતનું અલિબાગ ખાતે આવેલું ફાર્મહાઉસ, તેમજ રૂ. 70 કરોડના એક સોલાર પાવર પ્લાન્ટનો સમાવેશ થાય છે.

ઈડી/સીબીઆઈએ અત્યાર સુધી શું કાર્યવાહી કરી?

અત્યાર સુધી પીએનબી ફ્રોડમાં ઈડી અને સીબીઆઈ તરફથી દેશભરમાં નીરવ મોદી અને મેહુલ ચોકસીના વિવિધ ઠેકાણાઓ પર દરોડ કરવામાં આવ્યા છે. જેમાં કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. નીરવ મોદીની રૂ. 6,300 કરોડથી વધારેની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ કેસમાં ફેબ્રુઆરી સુધીમાં 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બેંકના 6 અધિકારીઓ તેમજ સ્ટાફનો પણ સમાવેશ થાય છે.
First published:

Tags: Mehul Choksi, PNB scam, Property, ઇડી, સીબીઆઇ, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો