Home /News /surat /

Surat Loot: સુરતમાં ધોળા દિવસે માત્ર 5 સેકન્ડમાં 28 લાખ રૂપિયા લુંટી લેવાયા, જુઓ વીડિયો

Surat Loot: સુરતમાં ધોળા દિવસે માત્ર 5 સેકન્ડમાં 28 લાખ રૂપિયા લુંટી લેવાયા, જુઓ વીડિયો

ઉંધના વિસ્તારમાં 28 લાખ રૂપિયાની લૂંટની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

સુરતમાં ગુનાખોરી ડામવા માટે સુરત પોલીસ અલગ-અલગ ઓપરેશનનો લોન્ચ કરી આરોપીઓપને ઝડપી પાડી તેમના પર કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. જોકે ગંભીર પ્રકારના ગુનામાં આરોપીઓને સજા થાય તે પ્રકારની કામગીરી પણ પોલીસ લાંબા સમયથી કરી રહી છે.

સુરત પોલીસ (Surat Police) શહેરમાં ગુનાખોરી (Surat Crime) ઓછી થઇ હોય અને આરોપીઓ પર લગામ કસી હોવાની મોટી મોટી વાતો કરતી હોય છે. પરંતુ તેની સામે સુરતમાં સતત ગુનાખોરીનો ગ્રાફ (Surat Robbery) વધી રહ્યો છે. તેવામાં ઉંધના વિસ્તારમાં 28 લાખ રૂપિયાની લૂંટ (Surat Loot)ની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. શહેરમાં મની ટ્રાન્સફર રૂપિયા લઇ જતા પૃથ્વીને ફરાર થઈ જતાની ઘટના સીસીટીવી (Surat Loot CCTV)માં કેદ થતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

સુરતમાં ગુનાખોરી ડામવા માટે સુરત પોલીસ અલગ-અલગ ઓપરેશનનો લોન્ચ કરી આરોપીઓપને ઝડપી પાડી તેમના પર કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. જોકે ગંભીર પ્રકારના ગુનામાં આરોપીઓને સજા થાય તે પ્રકારની કામગીરી પણ પોલીસ લાંબા સમયથી કરી રહી છે. જેને લઇને આરોપીઓમાં ડર બેસે પણ સુરતમાં ગુનેગારોને છૂટો દોર મળી ગયો હોય તેવું લાગે રહ્યું છે. સુરતમાં ગુનાખોરી વધી રહી છે તેના માટે પોલીસની નિષ્ક્રિયતા જવાબદાર છે ત્યારે આજે બપોરના સમયે સુરતના ઉધના વિસ્તારમાં માત્ર પાંચ સેકન્ડમાં 28 લાખ રૂપિયાની લૂંટની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે હાહાકાર મચી જવા પામ્યો હતો.



મની ટ્રાન્સફરની ઓફિસમાં કામ કરતો કર્મચારી પોતાની મોટરસાયકલ ઉપર 28 લાખ રૂપિયા લઈને જતો હતો. તે દરમિયાન લૂંટારૂઓ ત્રાટક્યા હતા અને રૂપિયા લઇ ફરાર થઇ ગયા હતા. સગરામપુરામાં સાઈ સિટી અને સાઈ સમર્થથી મની કલેક્શન અને મની ટ્રાન્સફરનું કામ જગદીશ ચોક્સી કરી રહ્યા છે. આજે ઓફિસથી નીકળી ઉના, સચિન, ભેસ્તાન અને પાંડેસરાના ડિલરો પાસેથી મની કલેક્શન કરી બપોરના સમયે ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન બાઈકમાં પેટ્રોલ પુરાવવા માટે સર્વિસ રોડ પર જઈ બાઈક ધીમી કરી હતી. દરમિયાન પાછળથી ત્રણ સવારીમાં બાઈક સવારોએ આવી બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. આ બેગમાં 28 લાખથી વધુની રોકડ રકમ હતી. હાલ ફરિયાદની તજવીજ ચાલી રહી છે.

આ પણ વાંચો- Video: અમદાવાદમાં યુવક એક્ટિવા સાથે ભૂવામાં પડયો, વીડિયો જોઇ લોકોના જીવ તાળવે ચોંટ્યા

જોકે લૂંટની ઘટનાને જાણકારી મળતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો ત્યારે બીજી બાજુ રૂટની સમગ્ર ઘટના સીસીટીવીમાં થતા પોલીસે હવે સીસીટીવીની મદદથી આરોપીઓને ઝડપી પાડવા માટે ઉધના પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો કામે લાગી છે ત્યારે સુરત પોલીસ જો સતત પેટ્રોલિંગ કરી રહી હોય તો આ પ્રકારની ઘટના કેવી રીતે બને તે એક મોટો પ્રશ્નાર્થ છે. સુરત પોલીસ માત્ર મોટી વાર્તાઓ કરી રહી છે પણ ગુનાખોરીને ડામવામાં નિષ્ફળ ગઈ છે તે આ લૂંટની ઘટનાઓ પરથી સાબિત થાય છે
.
Published by:rakesh parmar
First published:

Tags: CCTV Footage Viral, Surat Crime Latest News, Surat crime News Gujarati, Surat crime Surat News

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन