Home /News /surat /સુરતમાં ફરી આવી લૂંટેરી દુલ્હન, પીડિતના લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના લઈ ફરાર

સુરતમાં ફરી આવી લૂંટેરી દુલ્હન, પીડિતના લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના લઈ ફરાર

ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો દોર શરૂ

Robber bride Surat: સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા યુવકે લગ્ન માટે દલાલને દોઢ લાખ રૂપિયા આપ્યા હતા. જોકે દલાલ યુવતી સાથે લગ્ન તો કરાવ્યા પણ આ યુવતી યુવકના ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના લઈ ફરાર થઈ ગઈ હતી. લુટેરી દુલ્હનનો મામલો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે.

વધુ જુઓ ...
સુરત: રાજ્યમાં લગ્ન માટે દુલ્હનનો વેચાવવાની વધુ એક ઘટના સામે આવી છે. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા યુવકે લગ્ન માટે દલાલને દોઢ લાખ રૂપિયા આપ્યા હતા. જોકે દલાલ યુવતી સાથે લગ્ન તો કરાવ્યા પણ આ યુવતી યુવકના ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના લઈ ફરાર થઈ ગઈ હતી. ફરાર થયા બાદ યુવકે દલાલ અને યુવતી સામે ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. જોકે ફરી એક વખત લુટેરી દુલ્હનનો મામલો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે.

નાસિકની યુવતી સાથે કર્યા હતા લગ્ન


સુરતના કતારગામ વિસ્તારમાં હરિઓમ સોસાયટીમાં રહેતા અને ગેરેજ મેકેનિક તરીકેનું કામ કરતા મહેશકુમાર તલસરિયાએ લગ્ન કરવાના હોવાને લઈને યુવતી શોધી રહ્યા હતા. આ દરમિયાન સૌરાષ્ટ્ર ખાતે રહેતા મોબીન ભાઈનો સંપર્ક કર્યો હતો. મોબીન નામના વ્યક્તિએ તેમને નાસિકની કવિતા વાઘ નામની યુવતી બતાવી હતી. જોકે આ લગ્ન નક્કી કરવા માટે વચ્ચે ગણેશ નામનો યુવક પણ રોકાયો હતો. મહેશભાઈ પાસેથી લગ્ન કરવા માટે દલાલે દોઢ લાખ રૂપિયાની માંગણી કરી હતી.

આ પણ વાંચો: સુરતમાં લાખોની છેતરપિંડી કરનાર ગેંગની પોલીસે કરી ધરપકડ

નાસિકની યુવતી લાખોના દાગીના લઈને ફરાર


મહેશભાઈએ ડોડ લાખ રૂપિયા આપ્યા બાદ તારીખ 12-4-2022 રોજ કતારગામ ખાતે લગ્ન કરવામાં આવ્યા હતા. જોકે તે સમયે એગ્રીમેન્ટ પણ કરવામાં આવ્યો હતો. લગ્નના પાંચ દિવસ બાદ પોતાની માતા બીમાર છે. તેવું કહીને કવિતા પોતાના પતિ મહેશ સાથે નાસિક પહોંચી હતી. નાસિક ગયા બાદ બસ સ્ટેશન પાસે મહેશભાઈને રિક્ષામાંથી ઉતારી હું પાંચ મિનિટમાં આવું છું તેવું કહીને યુવતી ત્યાંથી ફરાર થઈ ગઈ હતી.

દલાલે પણ પીડિપ પાસેથી દોઢ લાખ લીધા હતા


જોકે મહેશભાઈને ખ્યાલ આવી ગયો હતો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. એટલે તેઓએ તાત્કાલિક મહારાષ્ટ્રના દલાલ ગણેશ અને ગુજરાતમાં રહેતા મોબીન નામના દલાલનો સંપર્ક કર્યા હતો. ત્યારે તેઓએ મહેશભાઈને સુરત પરત આવી જવાનું કહ્યું હતું. ત્યારબાદ પોતે લગ્ન માટે આપેલા રૂપિયા અને જે સોના ચાંદીના દાગીના તેમની પત્ની લઈ ગઈ છે તે પરત કરવાનું કહેતા આ લોકો દ્વારા ધમકી આપવાની શરૂઆત થઈ હતી. જોકે આ મામલે તેઓ પોલીસ ફરિયાદ કરવા માટે સતત કેટલાક દિવસથી પોલીસ મથકના ચક્કર કાપી રહ્યા છે. છતા તેમની ફરિયાદ લેવામાં આવતી નથી. પીડિત મહેશભાઈએ વારંવાર પોલીસ મથકના ચક્કર લગાવ્યા છે, છતા કોઈ કાર્યવાહી કરવામા આવતી નથી.
Published by:Vimal Prajapati
First published:

Tags: Surat crime news, Surat crime News Gujarati, ગુજરાત, સુરત

विज्ञापन
विज्ञापन