Home /News /surat /સુરતમાં વ્યાજખોરો સામે પોલીસની લાલ આંખ, લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું
સુરતમાં વ્યાજખોરો સામે પોલીસની લાલ આંખ, લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું
લોક દરબારનું આયોજન
Surat Police: સુરતમાં વ્યાજખોરો સામે પોલીસે લાલ આંખ કરી છે, તેવામાં પુણા પોલીસ મથક હદ વિસ્તારમાં પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કર્યું હતું. જેમાં ફ્રૂટ બજાર અને શાકભાજીના વિક્રેતાઓ સાથે સીધો સંવાદ યોજ્યો હતો.
સુરત: સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ઝંબેશ ઉપડવામાં આવી છે. સુરતના પુણા પોલીસ મથક હદ વિસ્તારમાં પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે પ્રજા વચ્ચે જઈ તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. ખાસ કરી ફ્રૂટ માર્કેટ અને શાકભાજીના વિક્રેતાઓ સાથે સંવાદ કર્યો હતો. મહત્વનું છે કે, નાના વેપારીઓ પોતાના ધંધા રોજગાર માટે વ્યાજે નાણાં લઈ અને શરૂઆત કરતા હોવાની અનેક ઘટના સામે આવતી હોય છે. તેમાં નાના વેપારીઓ વ્યાજના ચક્રમાં ફસાઈ જાય છે.
વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા આદેશ
ઉલ્લેખનીય છે કે, વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય છે, જેને લઈ વેપારીઓને પોતાનો ધંધો રોજગાર બંધ કરી દેવાની નોબત આવતી હોય છે. આવા કિસ્સા ના બને તે માટે સુરત પોલીસ કમિશનરના આદેશ અનુસાર જોઈન્ટ પોલીસ કમિશનર પ્રવિણ માલ, ડીસીપી તેમજ એસીપી અને પી.આઈ સહિતના પોલીસ સ્ટાફની વચ્ચે લોકોએ પોતાના પ્રશ્નો રજુ કર્યા હતા. જેમાં વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં માટે પણ કહેવામાં આવ્યું હતું.
પોલીસ દ્વારા તાત્કાલિક નિવારણ લાવવા માટે તમામને સાંભળી અને કાર્યવાહી કરવાની કામગીરી શરૂ કરવા બાંહેધરી આપી છે. સુરત પોલીસ સતત વ્યાજખોરો સામે તવાઈ બોલાવી રહી છે. ત્યારે અમુક મધ્યમ વર્ગના લોકો પોલીસ મથકે આવતા નથી. જેથી પોલીસ સીધા લોકો પાસે પહોંચી તેમની રજુઆત સાંભળે છે. પુણા વિસ્તારમાં યોજાયેલા આ લોક દરબારમાં શાકભાજી તેમજ ફ્રૂટ માર્કેટના વિક્રેતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યમાં દિવસેને દિવસે વ્યાજખોરોનો ત્રાશ વધી રહ્યો છે, જેથી સુરત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ઝંબેશ ઉપડવામાં આવી છે. સુરતના પુણા પોલીસ મથક હદ વિસ્તારમાં પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે પ્રજા વચ્ચે જઈ તેમના પ્રશ્નો સાંભળ્યા હતા.