Home /News /surat /સુરતમાં રખડતા ઢોરો ત્રાસને પગલે પશુપાલક સામે સુરત પોલીસની લાલ આંખ

સુરતમાં રખડતા ઢોરો ત્રાસને પગલે પશુપાલક સામે સુરત પોલીસની લાલ આંખ

સુરતમાં રખડાં ઢોરનો ત્રાસ

સુરત પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સુરત શહેરમાં પશુઓનાં માલિકોએ 60 દિવસમાં પોતાનાં પશુઓનું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે જેવું પરિપત્ર બહાર પાડવામાં આવ્યું  છે.

વધુ જુઓ ...
સુરત રખડતા ઢોરોનાં ત્રાસને પગલે સુરત પોલીસ એક્શનમાં - સુરત શહેર વિસ્તારમાં જાહેર રસ્તાઓ, માર્ગો પર રખડતા ઢોરોના કારણે માર્ગ અકસ્માતમાં વ્યક્તિઓના મૃત્યુ સહિત ટ્રાફીકની અનેક સમસ્યાઓ સર્જાય છે. જેથી, સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક જાહેરનામા દ્વારા પોલિસ કમિશનરના હકુમત હેઠળનાં વિસ્તારમાં વસવાટ કરતા તમામ ઢોરોના (ગાય, ભેંસ વગેરે) માલિકોને 60 દિવસમાં પોતાની માલિકીના તમામ પશુઓને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી લગાડવામાં આવનાર ટેગ તથા ચીપ લગાવી પોતાના ઢોરનું ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું ફરમાન કર્યું છે.

તેમજ ટેગ તથા ચીપ લગાડેલ ઢોરની માલિકી બદલાય તો એટલે કે આવા રજીસ્ટ્રેશન કરાવેલ ઢોરનાં જો માલિક દ્વારા વેચાણ, ગીરો, બક્ષીસ, અથવા વારસાઈ રૂપે માલિકી હક બદલાય અથવા જો ઢોરનું મરણ થાય તો તેની જાણ ઢોરનાં માલિકે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને કરવાની રહેશે.

આ હુકમનો અમલ આજથી તા. 20/03/2022 થી કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે. છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોનાં ત્રાસને ઓગળે અકસ્માત તેમજ ટ્રાફિક સર્જાય છે

મહત્વની વાત એ છે કે સુરત શહેર એટલે એક ટ્રાફિકનું ઘર ગણાય છે પરંતુ રખડતાં ઢોરોનાં ત્રાસને પગલે પણ ટ્રાફિકની સમસ્યા વારંવાર વખત બનતી રહે છે સાથોસાથ રખડતાં ઢોરોનાં કારણે અકસ્માતના બનાવો પણ સતત વધી રહ્યા છે ત્યારે આખરે સુરત પોલીસ દ્વારા પશુપાલકો સામે લાલ આંખ કરીને એક જાહેરનામું બહાર પાડ્યું છે ત્યારે આ જાહેરનામાંનો અમલ કેટલા અંશે અમલ થશે તે તો આવનાર સમયમાં માલૂમ થશે.
Published by:Margi Pandya
First published:

Tags: Cattle Breeders, Surat police

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन