Home /News /surat /શું રત્નકલાકારોની રોજગારી છીનવાશે? આંતરરાષ્ટ્રીય બજારમાં મંદીની સુરતમાં હીરા ઉદ્યોગ પર સીધી અસર

શું રત્નકલાકારોની રોજગારી છીનવાશે? આંતરરાષ્ટ્રીય બજારમાં મંદીની સુરતમાં હીરા ઉદ્યોગ પર સીધી અસર

રત્નકલાકારોની મુંજવણમાં વધારો

Surat Diamond Industry Depression:આંતરરાષ્ટ્રીય બજારમાં મંદીનો માહોલ છે. જેને પગલે સુરત શહેરમાં હીરા ઉદ્યોગ પર સીધી જ અસર પડી છે. બજારમાં મંદી હોવાના કારણે જાડા હીરામાં વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેથી રત્નકલાકારો અને વેપારીઓ બને મુંજવણમાં મુકાયા છે.

વધુ જુઓ ...
સુરત: આંતરરાષ્ટ્રીય બજારમાં મંદીનો માહોલ છે. જેને પગલે સુરત શહેરમાં હીરા ઉદ્યોગ પર સીધી જ અસર પડી છે. બજારમાં મંદી હોવાના કારણે જાડા હીરામાં વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેથી રત્નકલાકારો અને વેપારીઓ બને મુંજવણમાં મુકાયા છે. હીરા નગરી સુરતમાં હાલ મંદીના વાદળો ઘેરાયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં મંદીનો માહોલ છે જેના કારણે સુરતના હીરા ઉદ્યોગમાં પણ મંદી જોવા મળી રહી છે.

હીરામાં મંદી આવતા રોજગારી પર સીધી અસર


ખાસ કરીને વાત કરવામાં આવે તો મંદી હોવાથી જાડા હીરાનું વહેંચાણ થતું નથી જેના કારણે હાલ હીરા ઉદ્યોગકારોને મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે જાડા હીરાના વેપારીઓ કારખાના બંધ રાખીને પણ મેનેજ કરી રહ્યા છે. અત્યારે હીરાના કારીગરોને પણ ખૂબ અગવડતા પડી રહી છે. હીરામાં મંદી આવતા રોજગારી પર પણ અસર પડી હતી. ઉલ્લેખનીય છે કે, સુરતમાં મોટા પાયે હીરા ઉદ્યોગ ચાલી રહ્યો છે. અને તેના પર આંતરરાષ્ટ્રીય બજારની સીધી અસર પડતી હોય છે.

આ પણ વાંચો: સૌથી વધુ ગુનાઓ મામલે સુરત શહેર ફરી એકવાર નંબર વન, મહેસાણા પણ પ્રથમ હરોળમાં રહ્યું

સુરત હીરા ઉદ્યોગ પર મંદીની અસર


સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ‘આ મંદી હંગામી છે જે લાંબો સમય ચાલી શકે તેમ નથી. અત્યારે સુરતમાં પટલા હીરા રાબેતા મુજબ ચાલે છે. જોકે જાડા હીરામાં મંદી છે.’ સુરતમાં મોટા ભાગના લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. હીરા ઉદ્યોગના કારણ જ તેમનું ગુજરાન ચાલે છે. ત્યારે મંદી તેમની રોજગારી પર અસર કરે તો તેમને નુકશાન થઈ શકે છે.

આ પણ વાંચો: વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર થયો અકસ્માત, કાર ચાલકનો આબાદ બચાવ

રત્નકલાકારોને છૂટ્ટા ના કરવા અપીલ


મહત્વ નું છે કે, અત્યારે જાડા હીરા માં મંદીનો માહોલ છે જેના પગલે સુરતમાં રત્ન કલાકારોની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. ડાયમંડ વેપારીઓએ કારખાનામાં કામ કરવાનો સમય ઘટાડી દેતા રત્ન કલાકારોને આવકમાં પણ ઘટાડો થયો છે. સાથે સાથે મંદી હોવાને પગલે રત્ન કલાકારોને પણ છુટા કરી દેવાઈ રહ્યા છે. જેથી ડાયમંડ વર્કર યુનિયન રત્નકલાકારોની વ્હારે  આવ્યું હતું. રત્નકલાકારો ને છુટા ના કરવા અપીલ કરી હતી.
Published by:Vimal Prajapati
First published:

Tags: Diamond city, Diamond industry, Surat news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો