Home /News /surat /Surat News: સુરતના પાબ્લે પોઇન્ટમાં રિસેપ્શનિસ્ટની નોકરી માટે બોલાવી મહિલા પર બળાત્કાર કર્યો

Surat News: સુરતના પાબ્લે પોઇન્ટમાં રિસેપ્શનિસ્ટની નોકરી માટે બોલાવી મહિલા પર બળાત્કાર કર્યો

ઉમરા પોલીસ સ્ટેશન - ફાઇલ તસવીર

Surat News: સુરતના પાબ્લે પોઇન્ટ વિસ્તારમાં એક મહિલાને રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી આપવાના બહાને ઇન્ટરવ્યૂ માટે બોલાવી ઓફિસમાં દુષ્કર્મ કરનારા જમીન દલાલની ઉમરા પોલીસે બળાત્કારના કેસમાં ધરપકડ કરી છે.

સુરતઃ શહેરના પાબ્લે પોઇન્ટ વિસ્તારમાં એક મહિલાને રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી આપવાના બહાને ઇન્ટરવ્યૂ માટે બોલાવી ઓફિસમાં દુષ્કર્મ કરનારા જમીન દલાલની ઉમરા પોલીસે બળાત્કારના કેસમાં ધરપકડ કરી છે.

સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં બિલ્ડર કામ જમીનદાર લાલ ભરત સહાની ઓફિસ આવેલી છે. આશરે 62 વર્ષની ઉંમરના આ બિલ્ડર કમ જમીનદાર લાલ ભરત ગત તારીખ 1 ફેબ્રુઆરીની સાંજે એક 38 વર્ષીય મહિલાને રિસેપ્શનિસ્ટની નોકરી માટે બોલાવી હતી. આ દરમિયાન તેની ઓફિસમાં કોઈ નહોતું. ત્યારે મહિલા બિલ્ડરની ચેમ્બરમાં ઇન્ટરવ્યૂ માટે ગઈ ત્યારે બિલ્ડરે તેની સાથે ગેરવર્તન કર્યું હતું અને અડપલાં કર્યા હતા. તેની પર દુષ્કર્મ પણ ગુજાર્યો હતો.

આ પણ વાંચોઃ હવામાન વિભાગની મોટી આગાહી, કહ્યુ - આગામી સમયમાં ઠંડી...

આરોપીએ મહિલાને ધમકાવી હતી


એટલું જ નહીં, આ મહિલા સાથે દુષ્કર્મ કરી 500 રૂપિયાની નોટ તેના પક્ષમાં મૂકી દીધી હતી. આ ઉપરાંત મહિલાને એવી ધમકી પણ આપી હતી કે, જો નોકરી જોઈતી હોય તો હું કહું તેમ કરવું પડશે અને જો આ બાબતની કોઈને જાણ કરી તો તને ક્યાંય પણ નોકરી કરવા નહીં દઉં. બીજી તરફ, ખૂબ જ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયેલી મહિલાએ ઘરે જઈ પોતાના માતા-પિતાને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા અને તુરંત જ ઉમરા પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી.


આગળની કાર્યવાહી હાથ ધરી


મહિલાની ફરિયાદને આધારે ઉમરા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને બિલ્ડર કમ જમીન દલાલ ભરત સહાની ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Surat crime news, Surat news, Surat police

विज्ञापन