Home /News /surat /વાહ...સુરતની રાંદેર પોલીસે સિનિયર સિટીઝન ફેમિલીને મદદરૂપ થઈ એક મોટી આફતમાંથી બચાવી લીધું
વાહ...સુરતની રાંદેર પોલીસે સિનિયર સિટીઝન ફેમિલીને મદદરૂપ થઈ એક મોટી આફતમાંથી બચાવી લીધું
રાંદેર પોલીસની કામગીરી
surat Rander Police: રાજ્ય સરકારે સમગ્ર રાજ્યના સિનિયર સિટીઝનોને કોઈ તકલીફ ન પડે અને ખાસ કરીને એકલા રહેતા સિનિયર સિટીઝનોને રાહત થાય તે માટે પોલીસ તંત્રને મદદરૂપ થવા માટે જણાવ્યું છે. આવી જ એક ઘટનાક્રમમાં સુરતની રાંદેર પોલીસે સિનિયર ફેમિલીને મદદરૂપ થઈ એક મોટી આફતમાંથી બચાવી લીધું છે.
સુરત: રાજ્ય સરકારે સમગ્ર રાજ્યના સિનિયર સિટીઝનોને કોઈ તકલીફ ન પડે અને ખાસ કરીને એકલા રહેતા સિનિયર સિટીઝનોને રાહત થાય તે માટે પોલીસ તંત્રને મદદરૂપ થવા માટે જણાવ્યું છે. આવી જ એક ઘટનાક્રમમાં સુરતની રાંદેર પોલીસે સિનિયર ફેમિલીને મદદરૂપ થઈ એક મોટી આફતમાંથી બચાવી લીધું છે. સિનિયર સિટીઝન પાસે ભાડે દુકાન રાખનારે એક વર્ષ સુધી ભાડું નહીં ચૂકવીને આ કુટુંબને અસહ્ય નાણાકીય સંકડામણમાં મૂકી દીધું હતું. જોકે સુરત પોલીસ કમિશનરને કરવામાં આવેલી એક અરજીના આધારે રાંદેર પોલીસ તાબડતો એક્શનમાં આવીને સિનિયર સિટીઝનના આ કુટુંબને બચાવી લીધું છે.
રાંદેર પોલીસ સિનિયર સિટીઝન ફેમિલીને મદદરૂપ થઈ
રાંદેર રોડ અડાજણ પાટીયા પાસે કલ્પના સોસાયટીમાં રહેતો આ મહેતા પરિવાર આમ પણ ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. રમણીકભાઈ મહેતાની ઉંમર 85 વર્ષ છે તેમના પત્નીની ઉંમર 80 વર્ષ છે ત્યારે એક પુત્ર છે જેની ઉંમર 60 વર્ષ કરતા વધુ છે. આ તમામ સિનિયર સિટીઝન છે આ તમામને આવકનો કોઈ સ્તોત્ર નથી. કારણ કે જે પુત્ર છે એને 1995માં અકસ્માત થયો હતો ત્યારબાદ તે પથારીવસ છે ઘરમાં પણ જેમ-તેમ કરીને ચાલે છે. તો બીજી બાજુ સરકારના સિંચાઈ વિભાગમાં નોકરી કરીને નિવૃત્ત થયેલા રમણીકભાઈ મહેતા માટે પેન્શન એ એક માત્ર જીવન નિર્વાહનો આધાર છે. તેમની પાસે એક દુકાન હતી જે ભાડે આપી તેઓ થોડીક વધારાની આવક મેળવવા માંગતા હતા.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે આ દુકાન કાયદેસર કોન્ટ્રાક્ટ કરી ભાડે આપવામાં આવી હતી પરંતુ માત્ર ત્રણ મહિનાની ડિપોઝિટ આપવા સિવાય ભાડું ચૂક્યું નથી અને આખું વરસ તેમાં પસાર થઈ ગયું. આ દરમિયાનમાં રમણીકભાઈએ આ સમગ્ર મામલે પોલીસ કમિશનર અજય કુમાર સોમરને લેખિતમાં અરજી કરી હતી. આથી રાંદેર પોલીસે ક્વીક એક્શન લીધા અને ભાડું નહીં ચૂકવવાના ભાડુઆત અને દુકાન માલિક એવા રમણીકભાઈ ને સામસામે બેસાડી સમગ્ર મામલો સુલટાવી દીધો હતો. એટલું જ નહીં રમણીકભાઈને એક વર્ષનું જે ભાડું બાકી હતું એ પણ અપાવી દીધું હતું.
જોકે પોલીસે ફરિયાદ આવતાની સાથે જ પહેલા વૃદ્ધના ઘરે જઈ મુલાકાત લીધી હતી અને તેમની સાથે બનેલી ઘટનાની વિગતો મેળવી હતી. ત્યારબાદ પોલીસે આ ઘટના ઉપર કામ શરૂ કર્યું હતું અને તેમના ભાડુઆતને બોલાવી સમગ્ર બાબતને લઈને બંને પક્ષને સમજાવ્યા બાદ આ સમગ્ર સમસ્યાનો ઉકેલ મેળવ્યો હતો. જોકે લાંબા સમયનું ભાડું તો આ વૃદ્ધને અપાયું સાથે સાથે તેની દુકાનનો કબજો પણ પોલીસે અપાવવામાં સફળતા મળી હતી.