Home /News /surat /

સુરત: રક્ષાબંધનના તહેવાર માટે ખાસ 'પાણીપુરી કાજુકતરી', ધૂમ થઇ રહ્યો છે વેચાણ

સુરત: રક્ષાબંધનના તહેવાર માટે ખાસ 'પાણીપુરી કાજુકતરી', ધૂમ થઇ રહ્યો છે વેચાણ

રક્ષાબંધનના તહેવાર માટે ખાસ 'પાણીપુરી કાજુકતરી

રક્ષાબંધનને ધ્યાનમાં રાખી સુરતના એક મીઠાઈ (sweets)ના વેપારીએ પાણીપુરીવાળી કાજુકતરી અને K.G.F મીઠાઈ તૈયાર કરવામાં આવી છે.

સુરત: આગામી દિવસમાં રક્ષાબંધન (raksha bandhan)નો તહેવાર આવી રહ્યો છે ત્યારે સુરત (Surat)ના લોકો કોઈપણ તહેવારો હોય તેને ધામધૂમથી ઉજવણી કરતાં હોય છે. સુરતના લોકો ખાવાપીવા માટે પણ જાણીતા છે, ત્યારે રક્ષાબંધનને ધ્યાનમાં રાખી સુરતના એક મીઠાઈ (sweets)ના વેપારીએ પાણીપુરીવાળી કાજુકતરી અને K.G.F મીઠાઈ તૈયાર કરવામાં આવી છે. આ મીઠાઇ ગ્રાહકોને પસંદ પડી રહી છે અને માર્કેટમાં તેની ભારે માંગ પણ જોવા મળી રહી છે.

'સુરતનું જમણ અને કાશીનું મરણ' આ કહેવત તો તમે સાંભળી જ હશે. સુરતના લોકો ખાવાપીવાના શોખ માટે પણ જાણીતા છે. તેમાં પણ તહેવારોની ઉજવણી મામલે સુરતી લાલા કદી પાછળ રહેતા નથી, ત્યારે આગામી દિવસમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે.  ભાઈ-બહેનનો પ્રેમ સંબંધ પણ ખાટો મીઠો હોય છે ત્યારે તેને ધ્યાનમાં રાખી સુરતના પાર્લે વિસ્તારમાં આવેલા 24 કેરેટ મીઠાઈ વિક્રેતા દ્વારા આ વર્ષે નવી મીઠાઈ બનાવવામાં આવી છે.


આ પણ વાંચો: ડરના જરૂરી હૈ! જાણો વિશ્વામિત્રી નદીમાંથી બહાર આવતા મગરથી વડોદરવાસીઓને કેમ લાગે છે ડર?

તેમની 9000 રૂપિયા કિલો સોનાની મીઠાઈ અને બચપન કા પ્યાર જેવી મીઠાઈ સુપર ડુપર થયા બાદ આ વર્ષે સ્પેશિયલ ત્રણ પ્રકારની મીઠાઈઓ બનાવવામાં આવી છે. આમ તો રક્ષાબંધનમાં સૌથી વધારે કાજુકતરીની ડિમાન્ડ હોય છે ત્યારે સુરતના હલવાઇ દ્વારા 15 જાતના ફ્લેવરની કાજુકતરી  તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે કંઈક નવી મીઠાઇ રજૂ કરવાના હેતુથી તેમણે પાણીપુરીવાળી કાજુકતરી (pani puri kaju katli) બનાવી છે.

ભાઈ બહેનનો સંબંધ જેમ ખાટો મીઠો હોય છે અને મહિલાઓને પાણીપુરી સૌથી પ્રિય હોય છે ત્યારે હવે પાણીપુરીવાળી કાજુકતરીની પણ માર્કેટમાં ભારે માંગ જોવા મળી રહી છે. હાલમાં જ K.G.F નામનું એક ફિલ્મ આવ્યું હતું તેને ધ્યાનમાં રાખીને હેજલ નટ દ્વારા તૈયાર કરવામાં આવેલી ફેન્સી મીઠાઈ પણ અત્યારે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Gujarat News, Latest News, Raksha Bandhan 2022, Surat news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन