સુરતની યુવતીને બ્લેકમેલ કરી પૈસા પડાવનાર રાજસ્થાનનો પૂર્વ ક્રિકેટર ઝડપાયો, અશ્લીલ વીડિયો વાયરલ કરવાની આપી હતી ધમકી
સુરતની યુવતીને બ્લેકમેલ કરી પૈસા પડાવનાર રાજસ્થાનનો પૂર્વ ક્રિકેટર ઝડપાયો, અશ્લીલ વીડિયો વાયરલ કરવાની આપી હતી ધમકી
સુરત પોલીસે કરી ધરપકડ.
Surat blackmailing: રાજસ્થાનનો પૂર્વ રણજી પ્લેયર (Rajasthan Ranji Player) સુરતની યુવતીને બ્લેકમેલ (Blackmailing) કરી રહ્યો હતો. એટલું નહીં, પૂર્વ રણજી ક્રિકેટર આશિષ જૈન ફોટો વાયરલ કરવાનું કહી યુવતીના પતિ અને પિતા પાસેથી નાણાં પડાવ્યાં હતાં.
સુરત: રાજસ્થાનના રણજી પ્લેયરે સુરતની યુવતીનો અશ્લીલ વીડિયો બનાવી 96 હજાર રૂપિયા પડાવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે રાજસ્થાન ક્રિકેટના રણજી પ્લેયર આશિષ જૈને (Ashish Jain) સુરતની એક યુવતીનો અશ્લીલ વીડિયો બનાવ્યો હતો અને તેણીને બ્લેકમેલ કરીને 96 હજાર રૂપિયા પડાવ્યા હતા. આ સમગ્ર મામલો બહાર આવતા યુવતીના પરિવારે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી છે. ફરિયાદ બાદ સુરત સાઇબર ક્રાઈમ પોલીસે રાજસ્થાનના રણજી ટ્રોફી રમનાર પૂર્વ ક્રિકેટરની ધરપકડ કરી છે.
મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનનો પૂર્વ રણજી પ્લેયર (Rajasthan Ranji Player) સુરતની યુવતીને બ્લેકમેલ (Blackmailing) કરી રહ્યો હતો. એટલું નહીં, પૂર્વ રણજી ક્રિકેટર આશિષ જૈન ફોટો વાયરલ કરવાનું કહી યુવતીના પતિ અને પિતા પાસેથી નાણાં પડાવ્યાં હતાં. યુવતીના પરિવાર પાસેથી આશિષે 96 હજાર રૂપિયા પડાવી લીધા છે.
ફેસબુકથી સંપર્કમાં આવ્યા હતા
પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે યુવતી ફેસબુકના માધ્યમથી આશિષના સંપર્કમાં આવી હતી. જે બાદમાં આશિષે સંપર્કમાં આવેલી યુવતીના ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આ મામલે આખરે યુવતીના પરિવારે સુરત સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ આપી હતી. જે બાદમાં સાઇબર ક્રાઇમની ટીમે યુવતીને બ્લેકમેલ કરનાર પૂર્વ ક્રિકેટર આશિષ જૈનની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ધરપકડ કરાયેલો પૂર્વ ક્રિકેટ આશિષ જૈન
ધરપકડ કરાયેલો આશિષ વર્ષ 2013-14 માં રાજસ્થાન વતી જૂનિયર રણજી ખેલાડી તરીકે ક્રિકેટ રમ્યો છે. ધરપકડ બાદ આશિષ જૈને અન્ય યુવતીઓને પણ આવી રીતે શિકાર બનાવીને પૈસા પડાવ્યા છે કે નહીં તેવી દિશામાં પોલીસે તપાસ આદરી છે.
યુવતીઓને બ્લેકમેલ કરવાનું શરૂ કરતા સૌપ્રથમ યુવતીએ તેના જીજાજીના એકાઉન્ટમાંથી પેટીએમ મારફતે 21,000 રૂપિયા આશિષ જૈનના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ થોડા સમય વીત્યા બાદ ફરીથી તેણે બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. જે બાદમાં સતત બ્લેક મેઇલિંગ કરવાનું શરૂ કર્યું હતું. આટલું જ નહીં, આશિષે યુવતીના પતિને ફોન કરીને તેને પણ બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. તેની પાસેથી પણ આશિષે 75 હજાર રૂપિયા પડાવી લીધા હતા.
પોલીસે વધુ તપાસ આદરી
આ મામલે આખરે પરિવારે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસ આ કેસને ગંભીરતાથી લઇને રાજસ્થાનમાંથી રણજી ટ્રોફીના પૂર્વ ક્રિકેટર આશિષ જૈનની ધરપકડ કરી છે. પોલીસ ધરપકડ કરીને આશિષને સુરત લાવી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર