Home /News /surat /કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરત કોર્ટમાં આજે ત્રીજી વખત હાજર રહેશે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરત કોર્ટમાં આજે ત્રીજી વખત હાજર રહેશે
રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે સુરત કોર્ટમાં (Surat Court) હાજર રહેવાના હોવાથી કોંગ્રેસના પ્રદેશ (Congress) પ્રભારી રઘુ શર્મા સહિતના નેતાઓ સુરત પહોંચ્યા. ભાજપ સાશનમાં બંધારણીય અધિકારો છીનવવામાં આવી રહ્યાંં હોવાનાં આક્ષેપ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કર્યા હતા. જ્યારે રાજકોટમાં સ્લેબ ઘરાશાયી થવાની બનેલી ઘટનામાં રાજ્ય સરકાર અને સાશકોને જવાબદાર ગણાવ્યા હતા.
રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે સુરત કોર્ટમાં (Surat Court) હાજર રહેવાના હોવાથી કોંગ્રેસના પ્રદેશ (Congress) પ્રભારી રઘુ શર્મા સહિતના નેતાઓ સુરત પહોંચ્યા. ભાજપ સાશનમાં બંધારણીય અધિકારો છીનવવામાં આવી રહ્યાંં હોવાનાં આક્ષેપ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કર્યા હતા. જ્યારે રાજકોટમાં સ્લેબ ઘરાશાયી થવાની બનેલી ઘટનામાં રાજ્ય સરકાર અને સાશકોને જવાબદાર ગણાવ્યા હતા.
માનહાની કેસમાં રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે સુરત કોર્ટ (Surat Court) ખાતે હાજરી આપવા આવી રહ્યા છે. જેના પગલે સુરત આવી પોહચેલા ગુજરાત કોંગ્રેસ પ્રદેશના નેતાઓ દ્વારા રાહુલ ગાંધીના સ્વાગત માટે કાર્યકર્તાઓ સાથે બેઠક કરવામાં આવી છે. બેઠક બાદ ભટાર ખાતે કોંગ્રેસ પ્રદેશ નેતા અમિત ચાવડા દ્વારા યોજવામાં આવેલી પત્રકાર પરિષદ દરમિયાન ભાજપ સામે આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા.
ભાજપ સાશનમાં બંધારણીય અધિકારીઓ છીનવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ તેમણે કર્યા હતા.જ્યારે રાજકોટમાં સ્લેબ ઘરાશાયી થવાની બનેલી ઘટનામાં રાજ્ય સરકાર અને સાશકોને જવાબદાર ગણાવ્યા હતા.
માનહાનિ કેસમાં આજે સુરત કોર્ટમાં રાહુલ ગાંધીહાજરી આપવાનાં છે.કોર્ટ દ્વારા આ કેસમાં તેમનાં વધુ સ્ટેટમેન્ટ લેવામાં આવશે.જો કે તે પહેલાં રાહુલ ગાંધીના સુરત આગમનને લઈ શહેર અને ગુજરાત પ્રદેશના કોંગ્રેસ નેતાઓ દ્વારા પણ સ્વાગત ની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેને લઈ ભટાર સ્થિત ઇશ્વર ફાર્મ ખાતે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા,ગુજરાત પ્રભારી રઘુ શર્મા, વિપક્ષી નેતા પરેશ ધાણાની સહિત સુરત કોંગ્રેસ પ્રમુખની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી. જ્યાં શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ જોડે બેઠક કરી રાહુલ ગાંધીનાં સુરત સ્વાગત માટેની સૂચના આપવામાં આવી હતી. સુરત એરપોર્ટથી અલગ અલગ પોઇન્ટ તૈયાર કરવામાં આવ્યા છે.
જે પોઇન્ટ ઉપર રાહુલ ગાંધીનું કાર્યકર્તાઓ સને નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે.બેઠક બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, દેશના બંધારણ અને અધિકારીઓ છીનવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.ખોટા કોર્ટ કેસ કરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધી ન્યાય તંત્ર પર વિશ્વાસ અને ભરોસો રાખી સામનો કરી રહ્યા છે. રાહુલ ગાંધીની સાથે તમામ વર્ગના લોકો છે.
આવતીકાલે તેઓ બપોરે બે વાગ્યે સુરત એરપોર્ટ પર આગમન કરશે.ત્યારબાદ કોર્ટમાં હાજરી આપશે.કોર્ટ પ્રક્રિયા પૂર્ણ કરી ત્યારબાદ સાંજે 5 વાગ્યે સુરત એરપોર્ટથી દિલ્લી જવા રવાના થશે.સાશકો સરમુખત્યાર બન્યા છે. રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસનો દરેક કાર્યકર સાથે છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ તેમના સ્વાગત માટે આવતીકાલે હાજર રહેવાના છે ગુજરાતમાં 25 વર્ષ થી ભાજપનું શાસન છે. રાજકોટમાં બનેલી ઘટના સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે,ઇમારત ઘરાધાયી થવા મામલે ભ્રષ્ટાચાર થયો છે.
ઘટનામાં સરકાર અને સાશકોની ગંભીર બેદરકારી છે.જેની ન્યાયિક તપાસ થવી જોઈએ.જે ઇજાગ્રસ્ત છે તેવા લોકોને સરકાર તરફથી આર્થિક સહાય મળવી જોઇએ. ઇમારત ઘરાશાયી થવાની ઘટનામાં જે કોઈ પણ કસૂરવાર હોય તેવા લોકો સામે કાર્યવાહી થવી જોઇએ.