Home /News /surat /રાહુલ ગાંધીને સુરતની કોર્ટે બદનક્ષીના કેસમાં દોષિત જાહેર કર્યા બાદ જામીન મંજૂર કરાયા
રાહુલ ગાંધીને સુરતની કોર્ટે બદનક્ષીના કેસમાં દોષિત જાહેર કર્યા બાદ જામીન મંજૂર કરાયા
સુરતના બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીને કોર્ટે દોષિત જાહેર કર્યા
Rahul Gandhi, Defamation Case: રાહુલ ગાંધી સામે થયેલા બનક્ષીના કેસમાં સુરતની કોર્ટે દોષિત જાહેર કરવામાં આવ્યા છે. હવે આ મામલે કોંગ્રેસે ચુકાદાનો અભ્યાસ કરીને આગળનો નિર્ણય લેવાની વાત કરી છે.
સુરતઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વર્ષ 2019ની ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં કરેલા ભાષણ દરમિયાન મોદી અટક પર ટિપ્પણી કરી હતી. આ મામલે સુરતની કોર્ટમાં ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પુર્ણેશ મોદીએ બદનક્ષીનો કેસ કર્યો હતો. આ મામલે સુરતની કોર્ટે દ્વારા દોષિત જાહેર કરવામાં આવ્યા છે. હવે આ કેસમાં રાહુલ ગાંધીના વકીલ દ્વારા આગામી જરુરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાહુલ ગાંધીને દોષિત જાહેર કરાયા છે અને જે કલમો હેઠળ ગુનેગાર ઠેરવાયા છે તેમાં કેટલી સજા કરવામાં આવશે તે અંગે આગામી સમયમાં કોર્ટ નિર્ણય લેશે. પરંતુ કલમ જામીનપાત્રા હોવાથી તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં બે વખત હાજરી આપી ચૂક્યા છે અને આજે ત્રીજી વખત હાજર રહ્યા છે, જેમાં કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવીને રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા છે. રાહુલ ગાંધીને કોર્ટે દોષિત ઠેરવ્યા બાદ આગામી સમયમાં સજા અંગે કોર્ટ મહત્વનો નિર્ણય લેશે.
કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા શું રહી?
કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતે આ મામલે જે ચુકાદો આવ્યો છે તેને ખતરાની ઘંટડી ગણાવી છે, તેમણે કહ્યું છે કે, "ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ આ મામલે ટિપ્પણી કરવી યોગ્ય રહેશે. ભારતમાં જે રીતે વિરોધપક્ષના નેતાઓને દબાવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ભાજપ સામે ભવિષ્યમાં મોટા પ્રશ્નો ઉભા થશે. સરકારી સંસ્થાઓનો દુરોપયોગ થઈ રહ્યો છે તે ખુબ ગંભીર બાબત છે. કોર્ટે આ પ્રકારનો ચુકાદો આપ્યો હોય તો આ દેશ માટે ખતરાની ઘંટડી ચોક્કસ છે."
સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ કલમ 499 અને કલમ 500 હેઠળ કેસ દાખલ કરાયો હતો. કલમ 499માં કોઈ પણ વ્યક્તિના સન્માન અને પ્રતિષ્ટના રક્ષણની જોગવાઈ છે .અને બદનક્ષીનો દાવો દાખલ કરી શકાય છે. જ્યારે કલમ 500 હેઠળ સજાની જોગવાઈ છે. કલમ 400 અને 500 હેઠળ શું સજાની જોગવાઈ છે એ પણ આપને માહિતી આપી દઈએ. તો કલમ 499 હેઠળ દોષિતને જામીનની જોગવાઈ છે અને તેને સરળતાથી જામીન મળી જાય છે. જ્યારે 500 હેઠળ 2 વર્ષ સુધીની સજાની અથવા દંડની જોગવાઈ કરાઈ છે.
વર્ષ 2019માં કર્ણાટકના કોલારની ચૂંટણી સભામાં રાહુલ ગાંધીએ મોટી અટક વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતું. જેના પગલે ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ સુરત કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો. હવે આ કેસમાં આગામી સમયમાં રાહુલ ગાંધીને સજા ના થાય તો પૂર્ણેશ મોદી હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવશે.
કોંગ્રેસે કહ્યું કહ્યું હતું, પરેશાન કરવા આમ કરાયા છે
કોંગ્રેસના નેતા અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ દ્વારા રાહુલ ગાંધીને પરેશાન કરવા માટે ગુજરાત સહિત અલગ-અલગ જગ્યા પર તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યા હોવાનું કહેવામાં આવ્યું છે.